
તા.૧૭.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાની આગવાડા મુખ્ય પ્રાથમિક શાળાના ધોરણ.૧ ના વિધાર્થીઓને લાયન્સ ક્લબ ઓફ સીટી દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યા
લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨ ૩૨ એફ વન રિજીયન ચાર અને ઝોન ટુ માં આવેલી સેવાકીય પ્રવૃત્તિને વરેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી કડકડતી ઠંડીમાં નાના ભૂલકાઓને રક્ષણ મળે તે શુભ આશયથી આગાવાડા મુખ્ય પ્રાથમિક શાળાના ધોરણ.૧ ના 52 બાળકોને જયેશભાઈ ની યાદ માં વસંતભાઈ કારેલીયા યુ.એસ ડલ્લાસ દ્વારા પ્રોજેક્ટ કોડીનેટર અને સિટીના મંત્રી લાયન કમલેશ લીમ્બાચીયા અને એબિલિટી ના પ્રમુખ લાયન સુરેશભાઈ ભૂરા ના હસ્તે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે સી.આર.સી શૈલેષભાઈ પંચાલ અને શાળાના મુખ્ય શિક્ષક ચંદુભાઈ ભાભોર અને અન્ય શિક્ષક મિત્રો દ્વારા લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટીની ઉમદા કાર્યાની પ્રશંસા કરી સાથે સાથે આભાર પણ વ્યક્ત કર્યો હતો




