GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વાર વધુ એક સેવાકીય પ્રવૃત્તિ,જરૂરિયાતમંદ લોકોને બ્લેન્કેટનું વિતરણ કરાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૧૨.૨૦૨૪
હાલોલ નગરની સમાજ સેવાના ક્ષેત્રમાં સદૈવ તત્પર,અગ્રેસર રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા વધુ એક સેવા કાર્ય મંગળવારના રોજ હાથ ધરવામાં આવ્યુ હતું. શિયાળાની ઠંડીને ધ્યાનમાં લઈને જરૂરિયાત મંદ વ્યક્તિઓને ક્લબના હોદ્દેદારો તેમજ સભ્યોએ રૂબરૂ જઈને પાવાગઢ રોડ પર હેલ્પીંગ હેન્ડ અનાથ આશ્રમમાં 20 જેટલા વ્યક્તિઓ ને તેમજ કંજરીથી આગળના એક નાનકડા ગામના 80 ઘરોમાં સારી ક્વોલિટીના બ્લેન્કેટનું વિતરણ કરવામા આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં પ્રમુખ હાર્દિક જોશીપુરા ,મંત્રી વૈભવ પટેલ ,ભૂતપૂર્વ પ્રમુખ પ્રદીપ પરીખ તેમજ સભ્યોમાં ડો. સંજય પટેલ , દિલીપભાઈ ચોકસી, અમરીશભાઈ ઠક્કર, રાકેશભાઈ શોહોરા, ધવલભાઇ પટેલ રૂબરૂ હાજર રહી સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.













