GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી તાલુકાના પાનેલી ગામે ખેડૂતના ઉભા પાકમાં પશુ ચરાવીદેતા નુકસાની અંગે:ફરીયાદ નોઘાઈ

 

MORBI:મોરબી તાલુકાના પાનેલી ગામે ખેડૂતના ઉભા પાકમાં પશુ ચરાવીદેતા  નુકસાની અંગે:ફરીયાદ નોઘાઈ

 

 

મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં ફારસર પાટી તરીકે ઓળખાતી સીમમાં આવેલ ખેડૂતના કપાસ તથા ડુંગળીના ઉભા પાકમાં ભેલાણ કરાવી નુકસાન પહોંચાડતા આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.


મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા મહાદેવભાઈ ડાયાભાઇ ડાભી (ઉ.વ.૩૬) એ આરોપી મુન્નાભાઈ રાણાભાઇ ભરવાડ રહે. પાનેલી તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના નાના મોટા પંદર માલ ઢોર ગાયો ભેંસો પશુ ઇરાદા પૂર્વક ફરીયાદીના પિતાજીની માલીકીની પાનેલી ગામના ફારસર પાટી તરીકે ઓળખાતી સીમના સર્વે નંબરઃ-૧૧૪/૨ ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. ૦-૪૮-૫૬ આશરે ચાર વીઘા ખેતીની જમીનમાં સીંડુ ખોલી ફરીયાદીએ ચાલુ સાલે વાવેતર કરેલ એકપણ વીણી કર્યા વગરના ઉભા કપાસના પાકમાં તેમજ ડુંગળીના વાવેતર માટે કરેલા રોપા તથા ડુંગળીના ભમરાના ઉભા છોડના પાકમાં છુટ્ટા મુકી ભેલાણ કરી ચરાવી દઇ ખેતર ખુંદી નાંખી નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!