જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા APMC ની મુલાકાત

18 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પાલનપુરની જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ ના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની (APMC) મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અર્થશાસ્ત્ર વિભાગના બીએ અને એમ એ ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ગંજ બજારની મુલાકાત નો હેતુ વિદ્યાર્થીઓને ખેતીવાડી બજારની વ્યવસ્થા થી માહિતગાર કરવાનો હતો. ખેતીવાડી બજારના દિનેશભાઈ ચૌધરી એ વિદ્યાર્થીઓને જણશો અને વેચાણની હરાજીના નિયમો, નિયંત્રિત બજારમાં મળતી સુવિધાઓ, નિયંત્રિત બજાર નું માળખું, નિયંત્રિત બજારમાં આવતી સમસ્યાઓનું નિરાકરણ તથા ખેડૂતોને પોષણ ભાવો પોષણ મળે છે કે કેમ તે વિશે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમ નું આયોજન જી.ડી. મોદી કોલેજ ઓફ આર્ટસના પ્રિન્સિપાલ સંતોષસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના પ્રો. હેમલબેન પટેલ અને જીતુભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.



