BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

પાલેજ પોલીસ મથકના જીઆરડી જવાને નાણાં સાથેનું પર્સ મૂળ માલિકને પરત કરી માનવતા મહેકાવી, જીઆરડી જવાનની ચોમેરથી પ્રશંસાઓ થઇ…

સમીર પટેલ, ભરૂચ

પોલીસ પ્રજાનો મિત્ર છે એ ઉક્તિને ખરા અર્થમાં એક જીઆરડી જવાને સાર્થક કરી બતાવી છે. ભરૂચના પાલેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી જવાન સરફરાઝ પઠાણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જીઆરડી જવાનને એક વ્યક્તિનું નાણાંનું પર્સ પાલેજ ટાઉનના મધ્ય ભાગમાં આવેલા બજારમાં પોલીસ લાઇન પાસેથી મળ્યું હતું. સરફરાઝ પઠાણે પોતાને મળેલું પર્સ પાલેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા અમલદાર રાજેશભાઇ દેવરામભાઈને સોંપ્યું હતું.

રાજેશભાઇએ પર્સને તપાસતા તેમાંથી રોકડ રકમ, એક ફોટો તેમજ સ્ટુડિયોનું કાર્ડ મળી આવ્યું હતું. તેઓએ ફોટો તેમજ સ્ટુડિયો કાર્ડના આધારે મુળ માલિકની શોધખોળ આદરી હતી. ફોટો ના આધારે પર્સના મુળ માલિક ફૈઝાન સારોદી હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ ફૈઝાન સારોદીનો સંપર્ક કરી પાલેજ પોલીસ મથકમાં બોલાવી જીઆરડી જવાન સરફરાઝ પઠાણના હસ્તે પર્સ પરત કર્યું હતું. મુળ માલિકને પર્સ પરત મળતા તેઓએ જીઆરડી જવાન સરફરાઝ પઠાણનો આભાર વ્યક્ત કર્યો હતો. જીઆરડી જવાને પ્રમાણિકતા બતાવતા તેઓની ચોમેરથી પ્રશંસાઓ સાંભળવા મળી રહી છે…

 

Back to top button
error: Content is protected !!