GIR GADHADAGIR SOMNATH
ગીર ગઢડાના બાર એસોશિયનના પ્રમુખ અને સેક્રેટરીને નોટરી તરીકે નિમણૂક થતા હવેથી ગીર ગઢડા તાલુકાના લોકોને નોટરી ની સુવિધા ગીર ગઢડામાં જ મળી રહેશે
ગીર ગઢડામાં નોટરી ન હોવાથી તાલુકા ની જનતાને ઉના તેમજ કોડીનાર નોટરી કરવા માટે જવું પડતું હતું

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડાના બાર એસોશિયનના પ્રમુખ અને સેક્રેટરીને નોટરી તરીકે નિમણૂક થતા હવેથી ગીર ગઢડા તાલુકાના લોકોને નોટરી ની સુવિધા ગીર ગઢડામાં જ મળી રહેશે
ગીર ગઢડા બાર એસોસિયન પ્રમુખ અને સેક્રેટરી બંનેને 2024 માં કેન્દ્ર સરકારના કાયદા વિભાગ ના જાહેર થયેલ પરિણામ માં નોટરી તરીકે નિમણૂક થયા હતા. ત્યારબાદ ગીર ગઢડા બાર એસોસીએશન ના પ્રમુખ રાજુદ્દીન હોથ અને સેક્રેટરી એમ. આર. બ્લોચ ને નોટરી તરીકે નિમણૂક થતા હવેથી ગીર ગઢડા તાલુકાની જનતાને નોટરી ની સુવિધા ગીર ગઢડામાં જ મળી રહેશે
ગીર ગઢડા માં નોટરી ન હોવાથી તાલુકા ની જનતાને ઉના તેમજ કોડીનાર નોટરી કરવા માટે જવું પડતું હતું
હવેથી ગીર ગઢડા માં બાર એસોસિએશન ના પ્રમુખ અને સેક્રેટરીને નોટરી તરીકે નિમણૂક થતા નોટરી સુવિધા ગીર ગઢડામાં જ મળશે





