અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત મેઘરજ અને ભિલોડા તાલુકાનો પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન રેલ્લાવાડા ખાતે યોજાયું
ગુજરાત સરકાર દ્વારા હાલ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.ખેડૂતોની અંદર પ્રાકૃતિક ખેતી અંતર્ગત માહિતી પ્રાપ્ત થાય તે હેતુથી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા મેઘરજ અને ભિલોડા તાલુકાનું પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન રેલ્લાવાડા ખાતે આવેલા માર્કેટ યાર્ડમા આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બંને તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન માં વિવિધ અલગ અલગ પ્રકારના પ્રાકૃતિક ખેતી અંતર્ગત સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા અને પ્રાકૃતિક ખેતી ની વિવિધ માહિતી આપવામાં આવી હતી અને ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મેઘરજ તેમજ ભિલોડા તાલુકાના ધારાસભ્ય સહિત તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા સદસ્ય તેમજ આમંત્રિત મહેમાનો અને ખેડૂતો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમની સફર બનાવ્યો હતો