NANDODNARMADA

રાજપીપળા માં 104 વર્ષ બાદ મહારાજા વિજયસિંહજી એ બનાવેલ બેન્ડ સ્ટેન્ડ માં મ્યુઝિક ગુંજી ઉઠ્યું

રાજપીપળા માં 104 વર્ષ બાદ મહારાજા વિજયસિંહજી એ બનાવેલ બેન્ડ સ્ટેન્ડ માં મ્યુઝિક ગુંજી ઉઠ્યું

 

– ઇન્ટેક્ટ ચેપ્ટર રાજપીપલાના કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ દ્વારા USA નુ સુરભી ઓન સોંબલ ગ્રુપ રાજપીપળા આવી મ્યુઝિકલ કાર્યક્રમ કરશે

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

રજવાડી નગરી રાજપીપળાના ગાર્ડન મહારાજા વિજયસિંહજી દ્વારા બનાવેલ ખાસ બેન્ડ સ્ટેન્ડ માં તે જમાનામાં રાજવી બેન્ડ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન થતું હતું. વગર માઇક્રોફોને ગીત ગાઇ તો પડઘા પડે એ જાણે માઈકમાં ગાતા હોય તેવો અવાજ આવતો હોય એવા બેન્ડસ્ટેન્ડ સમય જતા સરકાર હસ્તક આવતા સંગીત સુરાવલી બંધ થઈ ગઈ. અને માત્ર સ્ટેન્ડ બની ને રહી ગયું. રજવાડી બેન્ડ સ્ટેન્ડ હવે હેરિટેજ તરીકે ઓળખાવા લાગ્યું, હાલ રાજપીપળા નગરપાલિકા જેની દેખરેખ રાખી રહી છે.

104 વર્ષ પહેલા 1920 માં યુવરાજ માનવેન્દ્રસિંહ ના પરદાદા મહારાજા વિજયસિંહજી દ્વારા બનાવેલ બેન્ડ સ્ટેન્ડ કે જ્યાં સંગીત સુરાવલી જામતી હતી એ બેન્ડ સ્ટેન્ડ ને પુનઃ જીવિત કરવા વર્ષો પછી પ્રથમવાર યું.એસ.એ નું સુરભી ઓન સોંબલ ગ્રુપ મ્યુઝિકલ બેન્ડ દેશમાં પ્રથમવાર મ્યુઝિકની રમઝટ આજે જામી હતી સમગ્ર કાર્યક્રમનુ આયોજન ઇન્ટેક્ટ ચેપ્ટર રાજપીપલાના કન્વીનર યુવરાજ માનવેન્દ્ર સિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું રાજપીપળાની જનતાએ પણ કાર્યક્રમમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો ઉપરાંત નાંદોદ અને ડેડીયાપાડા ના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા

 

ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ ક્લચર હેરિટેજ દ્વારા આવા હેરિટેજ બિલ્ડિંગો સુરક્ષિત રાખવા જાગૃતિ અને અન્ય કાર્યક્રમો કરતા થાય છે.રાજપીપળા ના વિનાયક રાવ ગાર્ડન ખાતે આવેલ હેરિટેજ બેન્ડ સ્ટેન્ડ માં વિદેશી ગ્રુપ સુરભી ઓનસોબલ ગ્રૂપ દ્વારા સંગીત દ્વારા વિશ્વને એક સાથે લાવવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!