હાલોલ ગામ બગીચા માં લોક ઉપયોગ માટે નવું બનાવવામાં આવેલ શૌચાલય ને ખંભાતી તાળું, લોકોના ઉપયોગ માટે ખુલ્લું મુકવા માંગ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૦.૧૨.૨૦૨૪
હાલોલ નગર ખાતે પાલીકા ભવન ની બાજુમાં આવેલ ગામ બગીચા માં આવતા લોકો ને ઉપયોગી જનહિત માટે સરકારી ગ્રાન્ટ માથી તાજેરતમાં જ લાખોના ખર્ચે શૌચાલય બનાવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમય થી આ શૌચાલય ની સમસ્યા હતી.તે સમસ્યા દૂર થતા નગરજનો તેમજ બગીચામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.પરંતુ છેલ્લા ઘણા દિવસ થી નવનિર્મિત સુવિધાવાળું તૈયાર થયેલું શૌચાલય ને ખંભાતી તાળું જોતા બગીચામાં આવતા લોકો માં ભારે નારાજગી જોવા મળી રહી છે.અને કયા કારણોસર તે શૌચાલય ને તાળું મારી દેવામાં આવ્યું છે. તે બાબતે બગીચામાં આવતા લોકમુખે ચર્ચા નો વિષય બન્યો છે.નગરજનો પોતાના સ્વસ્થ માટે મોર્નીગ વોક કરવા વહેલી સવારે મોર્નીગ વોક માટે હાલોલ પાલીકા ભવન ની બાજુમાં આવેલા ગામ બગીચામાં આવે છે. જેમાં પણ હાલમાં ફૂલ ગુલાબી ઠંડી ની મોસમ જામી છે જેને કારણે લોકો ની સંખ્યામાં વધારો થયો છે. લોકો પોતાના સ્વાસ્થ્ય ની કાળજી રાખવા બગીચામાં શુદ્ધ અને ખુલ્લી હવામાં વ્યામ, યોગા, વોકિંગ, તેમજ ફરવા માટે આવતા હોય છે.ઉપરાંત દિવસ દરમ્યાન બગીચામાં ફરવા આવતા લોકો તેમજ બગીચાની પાછળ સરકારી દવાખાનું રેફરલ હોસ્પિટલ આવેલી છે.તેમાં સારવાર અર્થે આવતા લોકો બગીચામાં આવતા હોય છે. તેઓને શૌચક્રિયા કરવી હોય તો શૌચાલય ને તાળું જોઈ ના છૂટકે બંધ પડેલ ખંડેર હાલત માં થઇ ગયેલ પાણીની પરબ નો શૌચ ક્રિયા કરવા માટે ઉપયોગ કરે છે. બગીચામાં ઘણી બધી સુવધાની ઉનફ છે.છેલ્લા ઘણા સમય થી પીવાના પાણી પરબ તેમજ શૌચાલય ની સમસ્યા હતી. તે સમસ્યાને ધ્યાનમાં રાખી લોકો ને ઉપયોગી જનહિત માટે સરકારી ગ્રાન્ટ માથી તાજેરતમાં જ લાખોના ખર્ચે શૌચાલય બનાવામાં આવ્યું છે.પરંતુ કોઈ કારણોસર આ શૌચાલય ને તાળું મારી દેતા બગીચામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેને લઇ જેતે સમસ્યા હોય તેનું નિવારણ કરી વહેલી તકે લોકો ને ઉપયોગી તે માટે ખુલ્લું મુકવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.









