
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ પોલીસ મથકથી પ્રાપ્ત માહિતી અનુસાર વિરલભાઈ અમરતભાઈ પટેલ રહે – ઢોલુમ્બર , દાદરી ફડીયા , તાલુકો – ચીખલી , જીલ્લો- નવસારીએ પોલીસ મથકે આપેલ ગુમ જાણવાજોગ ફરિયાદમાં જણાવ્યા આનુંસાર તેની પત્ની હિરલબેન ઉંમર વર્ષ ૨૨ પાંચેક માસ અગાઉ તેના પિયર માંડવખડક સિંગરવેરી ફળીયા,તાલુકા – ચીખલી તેના પિતા શંકરભાઈના ઘરેથી મંદિર જવાનું કહીને નીકળેલ અને તેણીનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હોય તેણીની અનેક જગ્યાએ શોધખોળ કરવા છતાં મળી ન આવતા ખેરગામ પોલીસ મથકે ગુમ જાણવાજોગ ફરિયાદ આપી હતી,જેના આધારે પીએસઆઇ એમબી ગામીતની સૂચનાથી રૂમલા ચોકીના હેડ કોન્સ્ટેબલ મોહનભાઇ પવાર તેમજ સ્ટાફે તેણીની શોધખોળ કરતા પાંચ મહિના પછી મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લાના પનવેલ તાલુકાના તલેગાવ ખાતેથી રણધીર સુરેશ ડાભી રહે. રાજસ્થાનનાઓ સાથે તા.૧૯/૧૨/૨૦૨૪ ના રોજ મળી આવતા ત્યાંથી ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી તેણીનો કબજો તેના માતા પિતાને સોંપવામાં આવ્યો હતો.રૂમલા ચોકીના Asi મોહનભાઈ ભોરૂભાઈ પવારે જણાવ્યું હતું કે રૂમલા ચોકી પોલીસ સ્ટાફના માણસો સાથે મોબાઇલ કોલ ડિટેઈલ આધારે તપાસ કરી ગુમ થનાર યુવતીને શોધી કાઢી પરીવારને સોંપી હતી.




