GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD- હળવદના શક્તિનગર ગામની સીમમાં ટ્રકમાંથી લોખંડ ચોરી કરનાર બે ઇસમો ઝડપાયા

HALVAD- હળવદના શક્તિનગર ગામની સીમમાં ટ્રકમાંથી લોખંડ ચોરી કરનાર બે ઇસમો ઝડપાયા

 

 

હળવદ તાલુકાના શક્તિનગર ગામની સીમમાં ટ્રકમાંથી લોખંડ ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને કુલ રૂ ૩૫.૯૦ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન શક્તિનગર ગામની સીમમાં કોયબા ગામ તરફ જતા રોડ પર કેનાલ પાસે ટ્રકમાંથી લોખંડ ચોરી થતી હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં ટ્રકમાંથી લોખંડ ચોરી કરતા આરોપી વિપુલ કાળુભાઈ પરમાર રહે શક્તિનગર તા. હળવદ અને રાવતારામ સેરારામ બાના રહે બાડમેર રાજસ્થાન વાળાને ઝડપી લઈને સ્થળ પરથી લોખંડ સળિયા કીમત રૂ ૨૦,૯૦,૦૪૦ અને ટ્રક જીજે ૧૨ સીટી ૫૬૬૧ કીમત રૂ ૧૫ લાખ સહીત કુલ રૂ ૩૫,૯૦,૦૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જ્યારે અન્ય આરોપી દિલીપ ઘનશ્યામ ભાટિયા રહે શક્તિ નગર હળવદ અને પ્રભુરામ હેમતારામ નહેરા રહે બાડમેર રાજસ્થાન વાળાના નામ ખુલતા હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે

Oplus_131072

Back to top button
error: Content is protected !!