
હઝરત સૈયદ મોહમ્મદ સીરાજુદ્દીન શાહઆલમ બુખારી ર.અ ના દરગાહ ખાતે વિજાપુર સજ્જાદાઓએ 566મા સંદલ. ઉર્ષ ની ઉજવણી કરી હાજરી આપી
ગાદીનશીન સજ્જાદાનશીન સાદાતે શાહીયા બુખારી અબ્દેમુનાફ બાવા દ્વારા સંદલ કરાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત ના મહાન બુજુર્ગ હઝરત સૈયદ મોહમ્મદ સીરાજુદ્દીન મેહબુબે બારી હમ છબીએ મુસ્તુફા શાહે આલમ બુખારી રહેમતુલ્લાહ અલયહે રહમા ના ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરગાહ શરીફ ખાતે વિજાપુર ના સજ્જાદાઓએ સંદલ શરીફમા હાજરી આપી હતી.આ ઉર્ષના પ્રસંગે સુન્ની અકીદત ધરાવતા લોકો દરગાહ શરીના આસ્તાના ઉપર માનવ મહેરામણ ઉભરાયું હતુ.જેમાં શાહઆલમ દરગાહ શરીફના ગાદીનશીન સજ્જાદાનશીન હઝરત સૈયદ અબ્દે મુનાફ બુખારી બાવા તેમજ સૈયદ કાઝીમ બુખારી બાવાજી દ્વારા સંદલ નો કાર્યક્રમ મોડી રાત્રીના યોજાયો હતો તેઓ જણાવ્યું હતુંકે દર વર્ષની પરંપરાગત ઉજવાતા આ 566 માં ઉર્ષના પ્રસંગે લોકો ગુજરાત સહિત અન્ય રાજ્યો માંથી પણ લોકો મોટી સંખ્યામાં હાજરી આપે છે અને ફેઝેયાબ બને છે દુવાઓ પ્રાપ્ત કરે છે આ ઉર્ષના પ્રસંગે દેશ અને રાજ્યમાં અમન શાંતી રહે લોકો માં તંદુરસ્તી આફત વબા દૂર થાય તે માટે સરકાર શાહે આલમના દરબાર મા દુવા કરવામાં આવી હતી આ પ્રસંગમાં સૈયદ મુજાહિદ બુખારી સૈયદ મહેબુબ બુખારી ફારૂક બાવા બુખારી હાસીમ બુખારી મોહમ્મદ વસીમ બુખારી સહિત શ્રધ્ધાળુ ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા





