
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં યોજાઈ ‘વિશ્વ ધ્યાન દિવસ’ અંતર્ગત શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વિપશ્યના કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોગ શિબિર યોજાઈ
યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપક્રમના ભાગરુપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સ્થાનિક યોગ સહિતની વિવિધ સંસ્થાઓના સહયોગથી સમગ્ર રાજ્યમાં ૪૦ સ્થળોએ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વિપશ્યના કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ધ્યાન શિબિરમાં નગરના ધ્યાન સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
યોગ અને ધ્યાનની સાધના મન એકાગ્ર બને છે અને લક્ષ્યની પ્રાપ્તિ થઈ શકે છે. ધ્યાન અને યોગ ભારતીય સંસ્કૃતિના પ્રાચીન મણકા છે જે અનાદિકાળથી શાંતિ, આત્મસંતુલન અને માનસિક સમૃદ્ધિનો માર્ગ પ્રદર્શિત કરે છે. ઉપનિષદ, ભગવત ગીતા અને પતંજલિ સૂત્ર જેવા શાસ્ત્રોમાં ધ્યાન અને યોગની મહાનતા દર્શાવવામાં આવી છે.
સમગ્ર વિશ્વ માટે પ્રવર્તમાન સ્થિતિમાં ભારતીય યોગ અને ધ્યાન માનવજાત માટે આશાની એક નવી દિશા દર્શાવે છે. ૨૧ ડિસેમ્બરનું ધ્યાન માટે વિશેષ મહત્વ છે. શિયાળાની સૌથી લાંબી રાતને ધ્યાન માટે શ્રેષ્ઠ ગણવામાં આવી છે કારણ કે આ સમય દરમિયાન મન અને શરીર ઉર્જાને પુન: સ્થાપિત કરવા માટે અનકૂળ થાય છે.
કાર્યક્રમના પ્રારંભે યોગ અને ધ્યાનના ટ્રેઇનર્સનું પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન સત્કાર કરવામાં આવ્યું હતું. શિબિરમાં શહેરના યોગ અને ધ્યાન સાધકો ઉપસ્થિત રહ્યા હતા અને એકાગ્ર બની આ અવસરનો લાભ મેળવ્યો હતો.




