
તા.૨૧.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાની માનસિક અસ્વસ્થ કિશોરીને પરિવાર પાસે સુરક્ષિત પહોચાડતા અભયમ દાહોદ
ગત રોજ એક ત્રાહિત વ્યક્તિ એ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી જણાવેલ કે એક અસ્વસ્થ કિશોરી કેટલાક વ્યક્તિઓ સાથે ફરે છે જેની સાથે કોઈ અઘટિત બનાવ બને નહી તે માટે મદદ પહોચાડવા જણાવતા અભયમ દાહોદ ટીમ સ્થળ પર પૂછ પરછ કરી કિશોરી ના પરિવાર નું સરનામું મેળવી તેણી ને પરિવાર પાસે પહોચાડતા તેઓ એ અભ યમ ટીમ નો આભર માન્યો હતો.મળતી માહિતી મુજબ કિશોરીને મદદ કરવાની ભાવનાથી ત્રાહિત વ્યક્તિ એ અભયમ ને માહિતી આપી હતી જેથી અભયમ ટીમ દાહોદ સ્થળ પર પહોંચી કિશોરી સાથે વાતચીત કરતા તે માનસિક અસ્વસ્થ હોય તેવું જણાઇ આવ્યું હતું. અભયમ દ્વારા તેને ખુબ સમજાવી પરિવાર વિષે જાણકારી મેળવી હતી જે દાહોદ જિલ્લા ની હોય તેની સુરક્ષિતતા માટે અભયમ વાન દ્રારા તેના પરિવાર પાસે પહોંચાડવામાં આવેલ. પરિવાર પણ દીકરી ની શોધખોળ કરતાં હતા જ્યારે પોતાની દીકરી મળતાં તેઓ એ ટીમ નો આભાર માન્યો હતો. દિકરી ને સરકારી હોસ્પિટલમાં મળતી મફત સારવાર બાબતે માહિતી આપી હતી અને દીકરીની કાળજી રાખવા સૂચન કર્યું હતુ




