AHAVADANGGUJARAT

Dang:-ઇકો સેન્સિટિવ ઝોનનાં મુદ્દે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં 23મીએ આહવા ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

ડાંગ જિલ્લામાં ઇકો સેન્સિટિવ ઝોનને લઈને વિરોધ નોંધાઈ રહ્યો છે.ત્યારે ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા વાંસદા-ચીખલીનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ કાર્યક્રમનું આયોજન કરેલ છે.ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન બાબતનો વિરોધ કાર્યક્રમ આહવા ખાતે આદિવાસી નેતા અને વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઇ પટેલની અધ્યક્ષતામાં તા. 23/12/2024નાં રોજ સવારે 11: 00 કલાકે બિરસા મુંડા સર્કલ ( ફુવારા ) થી રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદનમાં ડાંગ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવનાર છે.જેમાં  સરકાર દ્વારા નીત નવા પ્રોજેક્ટો આદિવાસી વિસ્તારોમાં લાવવામાં આવી રહ્યા છે ,જે પ્રોજેક્ટો આદિવાસી અસ્મિતા,આદિવાસી અસ્તિત્વ માટે જોખમ રૂપ હોય જેનો મક્કમતાપૂર્વક સામનો કરવા , ઇકો સેન્સિટિવ ઝોન રદ કરી આદિવાસીઓનું જળ – જંગલ અને જમીન બચાવવા સૌ સંગઠિત થઈ,બંધારણીય અધિકાર મુજબ  આદિવાસી હકક અને અધિકાર સુરક્ષિત કરી આદિવાસીયત બચાવવા સૌ આગળ આવે અને જન આંદોલનમાં જોડાય તે માટે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ છે. તેમજ ડાંગ વિસ્તારના આગેવાનો, દરેક ગામોના આગેવાનો, મોટી સંખ્યામાં ગામોના ભાઈઓ  બહેનો તેમજ પાટીલ ,કારભારી હાજર રહી આ જન આંદોલનમાં જોડાવવા માટે સૌને આહ્વાન કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!