
તા.૨૧.૧૨.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાની લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે સ્પોર્ટ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે સ્પોર્ટ ડે ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા ત્રણ હજાર થી વધારે વિદ્યાર્થીઓ એ વિવિધ રમતો માં ભાગ લઈ આજે ફાઈનલ માં આવ્યા હતા જેમાં શાળા ના વિધાર્થીઓ દ્વારા બેગ પેક , લીંબુ ચમચી ,કોથળા દોડ, સો મીટર દોડ,ખો ખો અને ક્રિકેટ જેવી વિવિધ રમતોમાં ભાગ લઈ વિજેતા બન્યા હતા કાર્યક્રમ માં લીમખેડા પોલીસ મથક ના પી.આઈ એસ.વી વસાવા સંસ્થા ના પ્રમુખ ધનાભાઈ ભરવાડ મંત્રી ભરતભાઈ ભરવાડ રાકેશભાઈ ભરવાડ સહિતના મહેમાનો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા લીમખેડા પોલીસે સ્ટેશનના પી.આઈ એસ.વી.વસાવા દ્વારા વિજેતા બાળકોને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કર્યા હતા અને રમત ગમત ક્ષેત્ર ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી




