પીએમશ્રી હાલોલ કન્યાશાળા ખાતે નવીન મકાનના ૬ ઓરડાઓનું લોકાર્પણ તેમજ નવા ૯ ઓરડાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયુ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૧૨.૨૦૨૪
હાલોલ કન્યાશાળા ખાતે નવીન મકાનના ૬ ઓરડાઓનું લોકાર્પણ તેમજ નવા ૯ ઓરડાઓનું ખાતમુહૂર્ત કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો,પંચમહાલ હસ્તકની પીએમશ્રી હાલોલ કન્યાશાળાના ૬ ઓરડાઓનું લોકાર્પણ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.જેમાં 81 લાખના માતબર રકમના ખર્ચે નવનિર્મિત ૬ ઓરડાઓનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો તેમજ 1 કરોડ 22 લાખ ના માતબર રકમના ખર્ચે નવા ૯ ઓરડાઓનું ખાતમુહૂર્ત પણ યોજાયુ.આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સહિત તાલુકાના શિક્ષણ અધિકારીઓ અને કન્યાશાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.શાળા ખાતે દાતાઓ દ્વારા વિધાર્થીઓને સ્વેટર વિતરણ પણ કરાયું હતૂ.જ્યારે આ શાળાની સ્થાપના 1884માં કન્યા કેળવણીને પ્રોતસાહન આપવા માટે ગાયકવાડ સરકાર દ્વારા કરવામાં આવેલી હતી.શાળાની શરુઆત અહીંના મકાનમા ચાર ઓરડા થી થએલી હતી. ત્યાર બાદ સામે કેમ્પસમાં ચાર ઓરડા ફાળવવામાં આવ્યા. તેના ઉપરના માળે જજરિત ઓરડા હોવાથી સીતારામ સત્સંગ મંડળના સહયોગથી ઉપરના ચાર ઓરડા બન્યા ત્યાર બાદ નગરપાલિકા તરફ થી બે ઓરડા મળ્યા. ત્યાર પછી સિટેક્સ ના બે ઓરડા બન્યા. 2011 માં ધોરણ-8 ને પ્રાથમિક શિક્ષણમાં સમાવવામાં આવ્યું. તે અંતર્ગત એસ.એસ.એ તરફથી બે ઓરડા બન્યા.2019 માં જુના રુમો પાડવા માટેનો ઓર્ડર મળ્યો અને 2023-2024 માં આ 6 રૂમો બનાવાયા હતા, સાથે સાથે મફત અને ફરજિયાત શિક્ષણ,શિષ્યવૃતિ યોજના,મફત ગણવેશ યોજના,મધ્યાહન ભોજન યોજના,અલ્પાહાર યોજના,ટ્રાંસ્પોર્ટ એલાઉન્સ,સેલ્ફ ડિફેન્સ ટ્રેનીંગ,એસ્કોર્ટ એલાઉન્સ,દિવ્યાંગ બાળકોને વિશેષ લાભ સ્વચ્છતા ગ્રાન્ટ નો લાભ પણ આપવામા આવે છે.આ પ્રસંગે કાર્યક્રમ માં જિલ્લા શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ,હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડ સહિત ભાજપા અગ્રણીઓ શાળાના આચાર્ય, શિક્ષકો,વિધાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.










