GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સૌપ્રથમ ‘વિશ્વ ધ્યાન દિવસ’ની રાજકોટમાં કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ દ્વારા કરાયેલી ઉજવણી

તા.૨૧/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

વિદ્યાર્થિનીઓએ વ્હેલી સવારે ધ્યાન, પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કર્યા

Rajkot: સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવું ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વાર વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં પણ અનેક સ્થળોએ ધ્યાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેરમાં આવેલી સ્વતંત્રતા પહેલા સ્થપાયેલી અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને વરેલી શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઈસ્કુલ દ્વારા તા. ૨૧ ડિસેમ્બરના રોજ ‘વિશ્વ ધ્યાન દિવસ’ નિમિત્તે ધ્યાન શિબિર યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થિનીઓએ વ્હેલી સવારે ધ્યાન, પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કર્યા હતા. શાળામાં દર શનિવારે કરાવતાં યોગાભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતી વિદ્યાર્થિનીઓને યોગમેટ આપવામાં આવી હતી. આચાર્યશ્રી જયશ્રીબેન વોરાએ વિદ્યાર્થિનીઓને માનસિક તણાવમુક્ત જીવન જીવવા માટે નિયમિત ધ્યાન કરવા અનુરોધ કર્યો હતો.

આ તકે વિદ્યાર્થીનીઓએ નિયમિત ધ્યાન કરવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમનો લાભ ૭૫૧ વિદ્યાર્થીનીઓએ લીધો હતો. યોગ શિક્ષકશ્રી દિવ્યાબેન સોની સહીત શિક્ષકગણે આ શિબિર માટે જહેમત ઉઠાવી હતી, તેમ કાન્તા સ્ત્રી વિકાસ ગૃહના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!