NATIONAL

નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં રાજસ્થાનના જેસલમેરમાં GST કાઉન્સિલની બેઠક યોજાઈ

GST કાઉન્સિલની બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી 55મી GST કાઉન્સિલની બેઠકમાં મીઠું અને મસાલાવાળા તૈયાર પોપકોર્ન (જો પ્રી-પેક ન હોય તો) પર 5 ટકા, પ્રી-પેક્ડ પોપકોર્ન પર 12 ટકા, કારમેલ પોપકોર્ન પર 18 ટકા GST અને ફોર્ટિફાઇડ રાઇસ કર્નેલ પર 5 ટકા જીએસટીની ભલામણ કરવામાં આવી હતી.

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં રાજસ્થાનના જેસલમેરમાં GST કાઉન્સિલની બેઠક યોજાઈ રહી છે. જેમાં તમામ રાજ્યોના નાણા મંત્રીઓ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે બેઠક પહેલા GST કાઉન્સિલની ફિટમેન્ટ કમિટીએ તાજેતરમાં જૂના અને વપરાયેલા વાહનો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) રેટ 12% થી વધારીને 18% કરવાની ભલામણ કરી હતી. અત્યાર સુધી, સપ્લાયરના માર્જિનના આધારે આ વાહનો પર GST લાગુ કરવામાં આવે છે, જેના કારણે ટેક્સનું ભારણ પ્રમાણમાં ઓછું છે. દેશમાં જૂના અને વપરાયેલા વાહનોનું માર્કેટ નોંધપાત્ર રીતે વધ્યું છે. ઘણી કંપનીઓ ઓછા ભાવે જૂના વાહનો વેચી રહી છે, પરંતુ રાજસ્થાનના જેસલમેરમાં મળેલી GST કાઉન્સિલની 55મી બેઠકમાં શનિવારે આ જૂના વાહનોના વેચાણ પર વસૂલાતા ટેક્સને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. વાસ્તવમાં, GST કાઉન્સિલની બેઠકમાં, ઇલેક્ટ્રિક વાહનો (EV) સહિત જૂના વાહનોના વેચાણ પર ટેક્સ વધારવા પર સહમતિ બની છે. હવે તેને 12 ટકાથી વધારીને 18 ટકા કરવા પર સહમતિ બની છે.

હાલમાં, નવા EV વાહનો પર 5% GST વસૂલવામાં આવે છે, જેથી આ ક્ષેત્રમાં વૃદ્ધિ લાવી શકાય, પરંતુ હવે જૂની ઈલેક્ટ્રિક કારના રિસેલ પર 18% GST લાગુ કરવામાં આવ્યો છે, તેથી સેકન્ડ હેન્ડ ઈવી ખરીદનાર ગ્રાહકોને ખર્ચ વધશે તેમજ તેનું આકર્ષણ ઘટી શકે છે અને માંગમાં ઘટાડો થઇ શકે છે. સેકન્ડ હેન્ડ વાહનોના સમારકામ અને જાળવણી માટે ઉપયોગમાં લેવાતા ઇનપુટ પાર્ટ્સ અને સેવાઓ પર પહેલેથી જ 18%નો GST દર લાગે છે.

વીમા પર જીએસટીમાં ફેરફાર કરવાની દરખાસ્ત વધુ ચર્ચા માટે મોકૂફ રાખવામાં આવી હતી. આ પછી, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે જૂથ, વ્યક્તિગત, વરિષ્ઠ નાગરિક નીતિઓ પર કરવેરા અંગે નિર્ણય લેવા માટે વીમા પર મંત્રીઓના જૂથની બીજી બેઠકની જરૂર છે. ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે કેટલાક સભ્યોએ કહ્યું હતું કે વધુ ચર્ચાની જરૂર છે. અમે (GoM) જાન્યુઆરીમાં ફરી મળીશું. ચૌધરીની અધ્યક્ષતામાં કાઉન્સિલ દ્વારા રચવામાં આવેલ મંત્રી જૂથ (GoM), નવેમ્બરમાં તેની બેઠકમાં GSTમાંથી ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી માટે ચૂકવવામાં આવતા વીમા પ્રિમીયમને મુક્તિ આપવા સંમત થયા હતા. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો દ્વારા આરોગ્ય વીમા કવચ માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમને કરમાંથી મુક્તિ આપવાનો પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!