
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના ખેરાઈ ગામે અંધશ્રધ્ધાના કારણે મહિલાઓ પર થતી હિંસા અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો
મેઘરજના ખેરાઈ ગામે અંધશ્રધ્ધા ના કારણે મહિલાઓ પર થતી હિંસા અંતર્ગત જાગૃતિ સેમિનાર રાખવામાં આવ્યું જેમાં જિલ્લા મહિલા બાળ કચેરી ના ઓએસસી હેતલ બેન પટેલ, પીબીએસસી ના શીતલબેન રહેવર,હંસાબેન ભગોરા તેમજ વિવિધ લક્ષી મહિલા કેન્દ્ર ના હેતલબેન પંડ્યા દ્વારા પોતાના સેન્ટર ની જાણકારી આપવામાં આવી તેમજ કાર્યક્રમ માં જિલ્લા મહિલા બાળ કચેરી ના જેંડર સ્પેસિયાલિસ્ટ અકરમભાઈ શેખ દ્વારા મહિલા બાળ વિકાસ દ્વારા ચાલતી યોજનાઓ ની જાણકારી આપી તેમજ અંધશ્રધ્ધા અને ડાકણ પ્રથા ના કારણે મહિલાઓ કેવી રીતે ભોગ બને છે તેની જાણકારી આપી અંધશ્રધ્ધાને રોકવા માટે શું શું કરી શકાય તેની જાણકારી આપવામાં આવી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ ના અલ્પેશભાઈ સિંબલિયા દ્વારા બાળકો માટે ની યોજના ની જાણકારી આપવામાં આવી સમગ્ર કાર્યક્રમ નું આયોજન ખેરાઈ ગામ ના સરપંચ સોમીબેન અરજનભાઈ ડામોર અને સામાજિક કાર્યકર ભલાભાઈ ઉદાભાઈ દ્વારા કરવામાં આવ્યું.કાર્યક્રમ માં ખૂબ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યું





