હાલોલ કોંગ્રેસ સમિતિ દ્વારા કૌશલ્ય શિબિરની ટ્રેનિંગ પ્રદેશ સમિતિના ટ્રેનર ડો. નિકુલ પટેલની ઉપસ્થિતીમાં યોજાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૧૨.૨૦૨૪
પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકા વિસ્તારની કૌશલ્ય તાલીમ શિબિર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સોનલબેન પટેલ ઇન્દ્રેલ રાજગુરુ ના માર્ગદર્શન હેઠળ કૌશલ્ય શિબિર ની ટ્રેનિંગ હાલોલ ખાતે યોજાઇ હતી.આ ટ્રેનિંગ શિબિરમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર,હાલોલ નગરપાલિકા નિરીક્ષક અને પુર્વ કાયદા મંત્રી ઉદયસિંહ બારીયા,નિરીક્ષક રફિકભાઈ તિજોરી વાળા,પ્રદેશ સમિતિના ટ્રેનર ડોક્ટર નિકુલ પટેલ,હાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમભાઈ મીર,તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગજેન્દ્રસિંહ પરમાર,અશોકભાઈ શાહ ટીનાભાઇ,હાલોલ વિધાનસભાના ઉમેદવાર અનિલભાઈ બારીયા,હાલોલ શહેર કાર્યકારી પ્રમુખ કિરીટભાઈ,મુસ્તાક બાપુ,સિંધી મોહંમદ હનીફ,સિદ્દીકુલ દાઢી, વિજયભાઈ બારોટ,એજાજ શેખ,સજ્જાદ દાઢી સહિત નગરપાલિકાના પૂર્વ સભ્યો, હાલોલ સમિતિના સંગઠનના હોદ્દેદારો વોર્ડ પ્રમુખ તથા હાલોલ શહેર કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી સમયમાં યોજાનારી નગર પાલિકા ની ચટણીલક્ષી વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપ્યું હતું.












