
ઝઘડીયાના એક ઓર્ગેનાઇઝેશન દ્વારા રેપ પીડીતાના પરિવારને યોગ્ય વળતર મળે આરોપીને કડકમાં કડક સજા થાય તે બાબતે ઉધાડા પગે પદયાત્રા કરી આવેદનપત્ર પાઠવ્યું 
૧૦ વર્ષીય બાળકી પર થયેલ રેપ ના આરોપીએ જે જઘન્ય અપરાધ કરેલ છે તેમાં તેને ફાંસી આપી એક કરોડ પૂરા નુ વળતર મળે અને ભારતીય ન્યાય સહિત ની ધારા ૬૫,(૧)(૨) માં ફરી સુધારણા કરવા બાબતે રજુઆત કરવામાં આવી,
ઝઘડિયા ના મલ્ટીપલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઝઘડિયાના નાયબ કલેકટરને એક આવેદનપત્ર આપી ઝઘડિયા રેપ પીડીતાના પરિવારાને યોગ્ય વળતર તથા આરોપીને કડકમાં કડક સજા થાય તે બાબતે રજૂઆત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી થરમેક્સ કંપનીમાં કામ કરતા પરપ્રાંતિય કામદાર દ્વારા ૧૦ વર્ષ ની માસૂમ બાળકી કે જેઓ ઝારખંડ ના વતની હતા તેઓની સાથે વર્ણન ના શકાય કાળજું કંપાવી નાખે એવી બળાત્કાર જેવો જઘન્ય અપરાધ આચરેલ છે. જેમાં ૧૦ વર્ષ ની માસૂમ બાલિકા સાથે બળાત્કાર ગુજારી હથિયાર દ્વારા તેને ગંભીર ઈજાઓ પહોચાડી હેવાનિયત કરી બહેન દીકરી ની આબરૂ ને શર્મશાર કરી છે. હાલ પીડિતાની સ્થિતિ ખૂબ જ નાજુક છે અને ગુનો થયા ને આજે એક અઠવાડિયા જેવો સમય થયો પણ પીડિતા અને તેના પરિવાર ને હજુ સુધી ન્યાય મળ્યો નથી!
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણુ ભારત વિવિધતામાં એકતા ના રૂપે આખા વિશ્વમાં જાણીતું છે, આપણુ ભારત માં બહેન દીકરીઓ ની માતા ના રૂપે પૂજા કરવામાં આવે છે, આપણા પાડોશી દેશ સાઉદી અરેબિયામાં મહિલા સાથે દુષ્કર્મ આચરનારને જાહેરમાં ફાંસીની જોગવાઇ છે તો આપણા ભારતમાં કેમ નહી, કોલકત્તા રેપ કેસ હોઈ કે દિલ્હી નિર્ભયા કેસ હોઈ કે પછી હાલમાં જ બનેલો ઝઘડિયા જીઆઈડીસી રેપ હોઈ, તમામ કેસો માં ન્યાય માટે લોકો એ રસ્તા પર ઉતરવું પડ્યું છે જે આપણા દેશ અને બહેનો દીકરીઓ અને દરેક નાગરિક માટે ખૂબ શરમ જનક કેહવાય, અમારી આપ અધિકારી થકી ગૃહ મંત્રાલય અને ભારત સરકાર ને વિનમ્ર અપીલ છે કે અવાર નવાર દેશમાં બનતી રેપ ની ઘટનાઓને ધ્યાને લઈ આખા ભારતમાં બળાત્કાર જેવા જઘન્ય અપરાધમાં આરોપીને સીધી જાહેર ચોકમાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે અને હાલ ભારતીય ન્યાય સંહિતા યૌન શોષણની ધારા ૬૩ થી ૭૧ માં સેકશન ૬૫ (૧) માં ૧૬ વર્ષ થી નીચેની ઉંમરની સ્ત્રી સાથે રેપ ની ઘટના વર્તાય તો આરોપી ને ૨૦ વર્ષનો કારાવાસ યા આજીવન કારાવાસ દંડ ની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે ૬૫ (૨) અનુસાર ૧૨વર્ષ થી નાની વયની બાલિકા સાથે દુષ્કર્મ રેપ જેવો જઘન્ય અપરાધ આચરે તો ૨૦ વર્ષનો કારાવાસ અથવા આજીવન કારાવાસ કે મૃત્યુ દંડ ની જોગવાઇ છે. અમો ભારત ની જાગૃત જનતા સહ પરિવાર ભારત સરકાર અને ભારતીય ન્યાય પાલિકાઓને અમારી બહેનો દીકરીની લાજ અને રક્ષા માટે કડક કાયદાની જોગવાઇ કરવામાં આવે અને પીડિતાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ દાખલ કરી ગણતરીના દિવસોમાં જ ન્યાય મળે માટે અપીલ કરી એ છીએ. અને ભારતીય ન્યાય સંહિતા ધારા ૬૫(૧)(૨) માં જરૂરી સંશોધન કરી આરોપીને ડાયરેક્ટ જાહેરમાં ફાસી અને પીડિતાને સરકાર દ્વારા રૂપિયા ૧,૦૦,૦૦,૦૦૦ /- ( એક કરોડ પૂરા ) વળતરની જોગવાઈ કરવામાં આવે એવી અપીલ કરીએ છે. જેથી આવી હેવાનિયત કરવા વાળાઓ રેપ બળાત્કાર જેવો જઘન્ય અપરાધ કરતા પહેલા કાયદાની ધાક રહે અને માતાઓ બહેનોને નજર ઉચી કરી જોતા પેહલા ૧૦૦ વાર વિચાર કરે તેમ તેમની રજૂઆતમાં જણાવ્યું હતું.
ઈરફાનખત્રી
રાજપારડી




