ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં વિશ્વ કિસાન દીવસ નિમિત્તે યોજાયો કૃષિ સેમિનારયોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં વિશ્વ કિસાન દીવસ નિમિત્તે યોજાયો કૃષિ સેમિનારયોજાયો

આજે વિશ્વ કિસાન દિવસ નિમીત્તે નાયબ બાગાયત નિયામકની કચેરી, મોડાસા, જી. અરવલ્લી અને ગ્રીન ટી.વી., ન્યુ દિલ્હી ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો “ઘનિષ્ઠ ખેતી પધ્ધતિથી ફળપાક વાવેતર, પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી શાકભાજીની ખેતી, બટાટા પાકમાં જમીન તથા પાક સંરક્ષણ” વિષય પર એક દિવસીય સેમીનાર ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન, મોડાસા ખાતે યોજવામાં આવ્યો.

આ સેમિનારમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા ખેડૂતોએ ભાગ લીધો. જેમાં ડૉ.શ્રવણસિંહ વાઘેલા, કૃષિ વૈજ્ઞાનિક, ડીસા, જી. બનાસકાંઠા દ્વારા બટાટા પાકની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ, હવામાનમાં ફેરફાર થવાથી આવતા રોગો-જીવાતો અને તેના નિયંત્રણ માટેની વિસ્તૃત સમજણ આપવામાં આવી. ડૉ. શિલ્પાબેન રાઠોડ, વૈજ્ઞાનિક, ફળ સંશોધન કેન્દ્ર , દહેગામ, જી. ગાંધીનગર દ્વારા અતિ ઘનિષ્ઠ તેમજ ઘનિષ્ઠ ફળપાકોની ખેતી પધ્ધતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા.  નિધીબેન પટેલ, બાગાયત અધિકારીશ્રી –ધનસુરા દ્વારા શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી તેમજ તેનાથી થતા ફાયદા વિશે ખેડૂતોને વિશેષ માહિતી આપવામાં આવી.

આ સેમીનારમાં ભાવિકભાઇ એ. કરપટીયા, નાયબ બાગાયત નિયામક અરવલ્લી દ્વારા સરકાર ની વિવિધ સહાયલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતીથી ખેડૂતોને અવગત કરવામાં આવ્યા.  પી.બી. પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી, અરવલ્લી દ્વારા વિશ્વ કિસાન દિવસ વિશે ખેડૂતોને સંબોધિત કરવામાં આવ્યા. હર્ષભાઇ પટેલ, પ્રગતીશીલ ખેડૂત- દોલપુરકંપા, ધનસુરા દ્વારા બટાટા પાકમાં આવતા આગોતરા અને પાછોતરા સુકારા રોગની ઓળખ અને તેના નિયંત્રણ માટે લેવાના થતાં પગલા વિશે માહિતગાર કર્યા.

Back to top button
error: Content is protected !!