
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં કરવામાં આવી ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી
પ્રતિવર્ષ ગુજરાત સરકાર અને ગ્રાહક સુરક્ષા મંડળો 24 મી ડીસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસના ઉપલક્ષમાં ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરી લોકજાગૃતિ ફેલાવી છે.સપ્તાહ દરમ્યાન સેમીનાર, શિબિર, પરિસંવાદ , રેલી, પેમ્પલેટ વિતરણ, નિબંધ સ્પર્ધાઓ, તાલીમ વિગેરેના કાર્યક્રમો મોટા પાયે કરે છે.
અરવલ્લી જીલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ મોડાસા અને કે. એન. શાહ મોડાસા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે વિશાળ સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ગ્રાહકોના અધિકાર, ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ ગ્રાહકોની સમસ્યાઓ અને તેનો નિકાલ ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓ , ખોરાકમાં થતી ભેળસેળ અને તેમાંથી સુરક્ષિત રહેવાની બાબતોના વિષયને લઇ મનનીય ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં ખોરાકમાં થતી ભેળસેળ અંગે નિદર્શન પણ યોજ્યું હતું. તેમજ ગ્રાહકોને ઉપયોગી વિવિધ વિષયના પેમ્પલેટનું વિતરણ કરાયું હતું. મોડાસામાંથી મોટી સંખ્યામાં વેપારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ગ્રાહક શિક્ષણનો લાભ લીધો
આજના સેમિનારમાં જિલ્લા પુરવઠા અધિકારી એમ. વી. રાઠોડ,જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. ઉષાબેન ગામીત , મદદનીશ નિયંત્રક કાનુની વિજ્ઞાન વી. એમ બરંડા તથા કા.પા. ગ. ના પૂર્વ ડીરેક્ટર કીશોરભાઈ દવે સા. , સહાયક માહિતી નિયામક નિધિ જયસ્વાલ, કાનૂની માપ વિજ્ઞાન તંત્રના ઇન્સપેક્ટર જિજ્ઞાબેન ચૌહાણ તથા એમ. કે. આગલોડિયા તથા મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ બીપીનભાઈ શાહ તથા શાળા ના આચાર્ય મનીષ કુમાર જોશી તથા અરવલ્લી જીલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ ના પ્રમુખ સીરાજભાઈ મન્સૂરી ઉપસ્થિત રહ્યા હતા.




