હાલોલ – ઔધોગિક વિસ્તારના કામદારનું થયેલ રહસ્યમય મોત બાબતે પીએમ રિપોટમા ગળૂ દબાવીને હત્યા થયાનો ઘટસ્ફોટ,પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૧૨.૨૦૨૪
હાલોલ ઔધોગિક વિસ્તારમાં આવેલ કંપનીના ગોડાઉનમાં માં ચાર દિવાસ પહેલા એક કામદાર નું થયેલ રહસ્ય મય મોત ને લઇ હાલોલ ટાઉન પોલીસે તેના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે કરાવેલ પીએમ રિપોર્ટમાં મૃતકનું ગળું દબાવી મોત નિપજાવેલ હોવાનું બહાર આવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી હત્યારાની શોધખોળ આદરી છે. જોકે થયેલી હત્યા ને લઇ શકમંદની પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળી આવ્યું છે.બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના છાપરા ગામના છીતેશ્વર બિહારી યાદવ ઉ.વ.37 ધંધો નોકરીએ હાલોલ ટાઉન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ માં જણાવ્યું હતું કે તે અમારો ભાઈ સીતારામ ઉર્ફે મામુ બિહારી યાદવ ઉ.વ.35 નાઓ છેલ્લા ઘણા સમયથી હાલોલ ખાતે મજૂરી કરી પોતાના પરિવાર નું ભરણપોસણ કરે છે. છીતેશ્વર યાદવ હાલોલ ઔધોગિક વિસ્તારમાં આવેલ વિક્રાંત ઓટોમાં મજૂરી કામ કરે છે જયારે સીતારામ ઉર્ફે મામુ ઇન્ડિયન લોજેસ્ટીક કંપનીમાં કામ કરે છે અને તેના ગોડાઉન માં જ રહે છે.જેમાં સીતારામ ઉર્ફે મામુ નું તા 20 મી ડિસેમ્બરના રોજ ગોડાઉન માંજ રહસ્ય મઇ સંજોગોમાં મોત નીપજ્યું હતું.અને જે અંગેની જાણ તેમના ભાઈ છીતેશ્વર યાદવને થતા ઘટના સ્થળે દોડી આવી બનાવની જાણ હાલોલ ટાઉન પોલીસ ને કરતા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે કરાવેલ પીએમ કરાવી સીતારામ ના મૃતદેહ ને તેમના પરિવાર ને સોંપતા પરિવારજનો સીતારામ ની અંતિમ વિધિ કરવા માટે તેમના વતન છાપરા ગામ ગયા હતા. દરમ્યાન પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું કે સીતારામ ઉર્ફે મામુ નું મોત કોઈ અજાણ્યા ઈસમે કંપનીના સેડ માં આવેલ ઓફિસમાં હાથવડે કે દોરી અથવા અન્ય કોઈ ચીજ વસ્તુ વડે ગળું દબાવી મોત નીપજાવેલ હોવાનું બહાર આવતા છીતેશ્વર બિહારી યાદવ તેના ભાઈની અંતિમ વિધિ પતાવી હાલોલ પરત આવી અજાણ્યા ઈસમ સામે હત્યા નો ગુનો નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.વધુમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે તા 19 ડિસેમ્બરે બપોરના સમયે સીતારામ ઉર્ફે મામુ ને તેમની સાથે કામ કરતા કિષ્ણા યાદવ સાથે મજૂરી બાબતે બોલાચાલી ઝગડો થયો હતો.જેથી મામુ એ કિષ્ણા ને જણાયું હતું કે કાલ થી કામ ઉપર આવતો નહિ તારો હિસાબ હું કરી દઈશ તેમ જણાવ્યું હતું.પોલીસ ગુણાની ગંભીરતા લઇ તપાસ હાથધરી છે.





