અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાના કોકાપુર ગામે પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકના અધ્યક્ષસ્થાને રાત્રીસભા કાર્યક્રમનું આયોજન
છેવાડાના માનવીને સરકારની વિવિધ યોજના અંગે માહિતી આપવા અને લોકોના પ્રશ્નોનો નિકાલ કરવા યોજાઈ રાત્રીસભા
આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા. લોકોને આરોગ્યની વિવિધ યોજનાઓ જેવીકે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી વયવંદના યોજના , રસીકરણ અભિયાન, અતિ જોખમી સગર્ભા યોજના , ટીબી મુક્ત અભિયાન , નમો શ્રી યોજના , ખેતીવાડીની વિવિધ યોજનાઓ જેવીકે કિસાન સમૃદ્ધિ યોજના , ટ્રેક્ટર , ઝટકા મશીન , પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ, જમીન માપણી માટે રીસર્વે કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના, શૌચાલય યોજના, ગંગા સ્વરૂપ સહાય, વય વંદના સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય અંગે માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને વિધવા સહાય યોજનાના વર્કઓર્ડર વિતરણ કરવામાં આવ્યા.આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોના રોડ રસ્તાના ,હોસ્પિટલના ,પોલીસ સ્ટેશન અંગેના ,ગૌચર જમીનના , બાળકોના રમતગમતના મેદાનના , આધાર અપડેશન, શાળાના બાળકોના ટ્રાન્સપોર્ટ વાહનના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો
કાર્યક્રમમાં ગ્રામજનોને સંબોધતા કલેકટરએ શિયાળાના સમયમાં પણ મોટી સંખ્યામાં આવેલા ગ્રામજનોનો આભાર માન્યો. તેમણે જણાવ્યું કે ગ્રામજનો આજે ઉત્સાહપૂર્વક ગામના પ્રશ્નોના જાગૃતિને જોઈને આજે અમને કામગીરી કરવા ઉત્સાહ મળ્યો છે.આજે હું ખાતરી આપું છું કે શક્ય એટલા તમામ પ્રશ્નોનો સમયસર નિકાલ કરવામાં આવશે. સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત પ્રશાસન ગાંવ કી ઓર માટે આજે યોજાયેલી આ રાત્રિસભામાં લોકો જોડાયા તે ખુબજ ઉત્સાહપૂર્ણ છે.આ રાત્રીસભા ખાતે જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા પોલીસ વડા (ઇન્ચાર્જ) સંજય કેશવાલા, નિવાસી અધિક કલેકટર રાજેશ કૂચારા , પ્રાંત અધિકારી દેવેન્દ્ર મીના સહિત જિલ્લા સંકલનના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.