GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી શહેરની સર જે.જે.પ્રાયમરી શાળામાં મને ગમતું પૂસ્તક સ્પર્ધાનું કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી શહેરની સર જે.જે.પ્રાયમરી શાળામાં “મને ગમતું પુસ્તક” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ-૫ ના કુલ-૧૪ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાની કુશળતા પ્રદશિત કરી હતી. બાળકોએ આત્મવિશ્વાસ સાથે વિવિધ વિષયો પર વિચારો રજૂ કર્યા હતાં. શાળાના આચાર્ય શ્રીમતી કડોદવાલાના માર્ગદર્શન હેઠળ બાળકોને પુસ્તકોનું મહત્વ સમજાય અને તેમને વાંચન પ્રત્યે રૂચિ જાગૃત થાય એવા ઉદેશ્યથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રીએ વાંચન અંગે બાળકોને સમજ આપી હતી. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે શિક્ષિકાઓ વીરાબેન ભૂરા અને જેસ્મીન આંબાપારડીવાલાએ સેવાઓ આપી હતી. જેમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય આવનાર બાળકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.




