
શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ, જંબુસરમાં ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિયા રાજેશભાઈ પટેલે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ તથા ગણિત વિષયક જ્ઞાન ચકાસણી અંતર્ગત ઓનલાઇન લેવાયેલ STEM 3.0 ટેસ્ટમાં ઉત્તીર્ણ થઈ સુરત ખાતે ઝોન કક્ષાએ ઓફ્લાઈન પરીક્ષામાં પસંદગી થવા પામેલ. સદર વિધાર્થિનીએ સુરત ખાતે લેવાયેલ ઝોન કક્ષાની ઓફ્લાઇન પરીક્ષામાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જંબુસર તાલુકામાં ત્રીજો ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થિનીને અભિનંદન પાઠવ્યા છે.




