BHARUCHBHARUCH CITY / TALUKO

ગુજરાત મહિલાઓ માટે અસલામત ? 10 વર્ષની દીકરી પર દુષ્કર્મ અને હત્યાની બાદ હવે 70 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ !!!

ગુજરાતમાં અત્યારે મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલો થઈ રહ્યાં છે. કારણે કે, છેલ્લા 6 જ મહિનામાં એક ડઝનથી પણ વધારે દુષ્ક્રમની ઘટના બની છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે, છતાં પણ ગુનેગારોમાં પોલીસ કે કાયદાનો કોઈ ભય નથી! આખરે આવું શા માટે? 10 વર્ષની દીકરી સાથે થયેલી દુષ્કર્મની ઘટનાએ આખા ગુજરાતની સુરક્ષા સામે સવાલ કર્યા છે! તે દીકરી ન્યાયની ગુહાર લગાવતી લગાવતી પ્રભુને પ્યારી થઈ ગઈ. હવે જવાબદારી સરકારની છે કે, દીકરીને ન્યાય મળે અને આરોપીની કડકમાં કડક સજા અપવાનીને દીકરીને ન્યાય અપાવે!
ભરૂચમાં આ શુ થવા જઈ રહ્યું છે. એક બાદ એક કંલક લાગી રહ્યાં છે! 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ હવે 70 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે. એટલું જ નહીં પરંતુ ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં 16 વર્ષીય કિશોરે નવ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. શું આ છે આપણું સુરક્ષિત ગુજરાત? ગુજરાતમાં મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહીં છે. અત્યારે છાસવારે ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ બની રહીં છે. આ મામલે કોણ જવાબદાર છે?

ભરૂચ જિલ્લામા વધુ એક દુસ્કર્મ ની ઘટના સામે આવી છે. જેમાં આમોદ તાલુકાના ઈંટોલા ગામે એક 70 વર્ષથી વધુ ઉંમરની મહિલા ઉપર દુષ્કર્મની ઘટના બની છે. LCB અને SOG ની ટીમ સહિત ભરૂચ જિલ્લા SP સહીત ઘટના સ્થળે દોડી આવ્યાં છે. આમોદ તાલુકાના એક ગામમાં વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું છે. જે ખુબ જ શરમજનક બાબત છે. આમોદ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, આરોપી જેલમાંથી છૂટીને આવ્યો અને ફરી દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે. આમોદ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાતા આમોદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

ભરૂચને એેક બીજુ પણ કલંક લાગ્યું છે. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃતિઓની ઘટના બની છે. 16 વર્ષીય કિશોરે નવ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં ફરિયાદ નોંધાઈ છે. 16 વર્ષના કિશોરે વિસ્તારના જ બાળકને અવાવરૂ જગ્યાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. 16 વર્ષીય કિશોર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા બૂમ બરાડા કરતા મહિલાઓ દોડી આવી હતી. આરોપી રંગે હાથ ઝડપાઈ જતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અત્યારે બંનેનું મેડિકલ પરીક્ષણ કરી 16 વર્ષીય કિશોરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!