KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ભાજપ શહેર પ્રમુખ તરીકે પ્રતિક ઉર્ફે મીન્ટુ ઉપાધ્યાય ની જાહેરાત થતા કાર્યકરોએ હર્ષભેર વધાવી.
તારીખ ૨૪/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ અને કાલોલ શહેર પ્રમુખ ની જગ્યાઓ માટે ગત મંગળવારે કાલોલ સર્કીટ હાઉસ ખાતે તેમજ મલાવ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમા ભાજપ દ્વારા નિમાયેલ ચુંટણી અધિકારી,જીલ્લા પ્રમુખ,અને ધારાસભ્ય અને તથા કાલોલ પ્રભારી સહિત અન્ય હોદેદારો હાજર રહી સેન્સ લેવાયા હતા તેમજ બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ બાદ આજ રોજ કરશનભાઈ ગોંડલિયા ચુંટણી અધિકારી દ્વારા કાલોલ તાલુકાના ભાજપ પ્રમુખ તરીકે મહિદીપસિહ કિશોરસિંહ ગોહિલ અને કાલોલ શહેર પ્રમુખ તરીકે પ્રતીકકુમાર ઉર્ફે મીન્ટુ અશોકભાઇ ઉપાધ્યાય ની જાહેરાત થતા બન્ને દાવેદારો ના ટેકેદારો મા આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોએ હર્ષભેર વધાવી બન્ને પ્રમુખોને શુભેચ્છા પાઠવી હતી.