અમદાવાદ જેલમાં “એક નઇ ઉમ્મીદ” કાર્યક્રમ

વિદ્યાર્થી સન્માન દ્વારા સામાજીક સંવેદનાનો સંદેશો
જામનગર/અમદાવાદ (ભરત ભોગાયતા)
“સરસ્વતી સન્માન” સમારોહ જુદા જુદા સમાજ , જુદી જુદી સંસ્થાઓ,જુદી જુદી શાળાઓ વગેરેમાં યોજાતા રહેતા હોય છે ત્યારે જેલમાં રહેલા કેદીઓને પણ પરીવાર પ્રત્યે પોતાના સંતાન પ્રત્યે કઇક કરવાની મહેચ્છા હોય પણ કાયદાના દાયરામાં હોઇ મુક્ત રીતે તો બાળકોને માટે શક્ય એટલી જહેમત ઉઠાવી શકતા નથી ત્યારે ગુજરાતના જેલોના વડા ડી.જી.પી. શ્રી રાવ દ્વારા સંવેદના સભર આયોજનને મંજુરી અપાઇ હતી જે ખૂબ પ્રસંશનીય છે કેમકે સમાજજીવન જ રાષ્ટ્રનો વિશાળ પરીવાર છે ત્યારે બંદીઓના પરીવાર સમાજમાં રહે છે તેમના સંતાનો ભણે છે ત્યારે તેઓ પ્રગતી કરે તે માટે સન્માન કરી પ્રોત્સાહનનુ ઉત્સાહનું સિંચન કરવાના અમદાવાદ મધ્યસ્થ જેલમાં યોજાયેલા કાર્યક્રમથી તારીખ ૨૫ મી ડીસેમ્બર ભારત રત્ન પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ એટલે સુશાસન દિવસ-ગુડ ગવર્નન્સ ડે ખરા અર્થમાં ઉજવાયો હતો એક તરફ કેદીઓનુ પણ સજા પુર્ણ થયે સમાજ જીવનમાં સારી રીતે પુન:સ્થાપન થાય તે દિશામા ગુજરાત સરકારશ્રીના નિર્દેશ મુજબ જેલોના વડા અને સૌ અધીકારીઓ સ્ટાફ સતત જહેમત ઉઠાવે છે તેમજ કેદીઓના પણ માનવ અધીકારની જાળવણી થાય છે ત્યારે તેમના પરીવારોને પ્રોત્સાહીત કરવા તેમજ કેદીઓના બાળકો તેમના શિક્ષણ મેળવવાના અધીકાર મેળવવા ઉમ્મીદ સાથે આગળ વધે તે માટે તેમની શૈક્ષણીક સિદ્ધીનુ સન્માન કરવુ એ સંવેદનાસભર નિર્ણહ કહેવાય જે દ્રશ્યો અમદાવાદની મધ્યસ્થ જેલમાં “સરસ્વતી સન્માન” દરમ્યાન જોવા મળ્યા છે
જે અંતર્ગત સુશાસન દિન (ગુડ ગવર્નન્સ ડે) ઉજવણીના ભાગરૂપે “એક નઈ ઉમ્મીદ”યોજના અંતર્ગત
આજ તા.૨૫/૧૨/૨૦૨૪ના જેલમાં રહેલ બંદીવાનોના બાળકોને ભણતરમાં પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા હેતુથી રાજ્યની અલગ-અલગ જેલોમાં રહેલ બંદીવાનોના બાળકો કે જેમણે વર્ષ ૨૦૨૪ માં ધોરણ-૧૦,૧૨ કે તેનાથી ઉચ્ચ અભ્યાસ ક્રમોના આખરી વર્ષની પરીક્ષા ઉત્તિર્ણ કરેલ હોય તેવા બાળકોને પ્રોત્સાહન ઈનામ સ્વરૂપે રોકડ પુરસ્કાર તથા પ્રશંસાપત્ર આપવા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. “એક નઈ ઉમ્મીદ” યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં જેમાં રાજયની જેલોના વડા ડો.કે.એલ.એન.રાવ, DGP, શ્રીમતી ડૉ.પ્રો.ઇન્દુ રાવ(શિક્ષણવિદ્), અશ્વીન ચૌહાણ, IGP તેમજ અમદાવાદ મધ્યસ્થ જેલના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તથા જેલ બંદિવાનો દ્વારા બહુ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હર્ષભેર ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં રાજ્યની અલગ અલગ જેલોમાં રાખવામાં આવેલ બંદીવાનોના કુલ-૩૯ બાળકો કે જેમણે ધોરણ-૧૦,૧૨ કે તેનાથી ઉચ્ચ અભ્યાસ ક્રમોના આખરી વર્ષની પરીક્ષા ઉત્તિર્ણ થયેલ બાળકો તેમના પરીવારજનો, સગા-સ્નેહીઓ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમમાં પોલીસ મહાનિદેશકશ્રી ડૉ.કે.એલ.એન.રાવ દ્વારા હાજર રહેલ તમામ બાળકોને શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી અને “એક નઈ ઉમ્મીદ” યોજના દ્વારા મળતા લાભોથી માહિતગાર કરી બાળકોને અને બાળકો સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત સગા-સંબંધીઓને તથા જેલમાં રહેલ બંદીવાનોને પ્રોત્સાહીત કરવામાં આવેલ હતા અને તમામ બાળકોને જેલોના વડા ડો.કે.એલ.એન.રાવ. DGP ના વરદ્ હસ્તે ક્રમાનુસાર નક્કી કરેલ રોકડ પુરસ્કાર તથા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ હતા. તેમજ આ પ્રસંગે ભવિષ્યમાં એન્જીયરીંગ અને મેડીકલ ક્ષેત્રે અભ્યાસ કરતા બંદીવાનોના બાળકો માટે શિષ્યવૃત્તિ આપવા અંગેની જાહેરાત કરી બંદીવાનોના બાળકોને ભણતર માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ. જેલોના વડા ડો.કે.એલ.એન.રાવ, DGP દ્વારા સમાજમાં રહેલ બંદીવાનોના તથા તેમના બાળકો અને પરિવારના ઉત્થાન માટે ખુબ જ પ્રશંસનીય કાર્ય હાથ ધરેલ છે અને ભવિષ્યમાં પણ વિવિધ પગલાઓ લેવાનાર છે. તેમજ જેલમાં રહેલ બંદીવાનો જેલમાંથી મુક્ત થયા બાદ સમાજમાં પુન:સ્થાપિત થઇ શકે તે માટે પણ કોમ્પ્યુટર તાલીમ, સિવણ ક્લાસ, મોટર સાયકલ રીપેરીંગ, પ્લબીંગ, ગૃહ ઉધોગ જેવા કૌશલ્ય વર્ધક તાલીમ કોર્ષ ચાલુ કરવામાં આવેલ છે તેમ અમદાવાદ મધ્યસ્થ જેલના પી.આર.ઓ. એ જણાવ્યુ છે જેલ અધીકારી તરીકે વિઝન સાથે ફરજ બજાવતા અને ઉચ્ચ અધીકારીઓના આજ્ઞાંકિત શ્રી પરમાર રચનાત્મક બાબતોનો હંમેશા પ્રસાર કરતા રહે છે તેમણે આ કાર્યક્રમનો સંવેદનીય સંદેશો બધે પહોંચે તે માટે સક્રીયતા દાખવી છે
____________________
—-regards
bharat g.bhogayata
Journalist ( gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
Journalist ( gov.accre.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com







