હાલોલ-ટ્રાન્સપોર્ટ ઓફીસ માં કામ કરતા યુપી ના યુવક નો રહસ્યમય મૃતદેહ મળી આવાના મામલે ઘટસ્ફોટ,ગળુ દબાવી હત્યા કરી હોવાની વિગત સામે આવી,પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૫.૧૨.૨૦૨૪
હાલોલ GIDC માં આવેલી ઇન્ડિયન લોજીસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ ઓફીસ માં કામ કરતા યુપી ના યુવક નો રહસ્યમય મૃતદેહ ઓફીસ નજીક ના ગોડાઉન બહાર પડેલો મળી આવ્યા બાદ હાલોલ ટાઉન પોલીસે મૃતદેહ નું પીએમ કરાવતા યુવકનું ગળું દબાવી તેનું મોત નિપજાવવમાં આવ્યું હોવાથી હકીકત સામે આવતા પોલીસે યુવકની હત્યા અંગે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી જેમાં ત્રણ શકમંદ આરોપીઓ ની પૂછપરછ બાદ તેઓએ મજૂરી ના નાણાં બાબતે થયેલી તકરાર માં રાત્રે સુતેલા યુવક નું દોરી વડે ટૂંપો આપી તેની હત્યા કરી હોવાની કબૂલાત કરતા તમામ ત્રણ આરોપી ની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર તા. 20 ડિસેમ્બર ના રોજ હાલોલ ઔદ્યોગિક વિસ્તાર માં આવેલા બંસલ મોલ ની પાછળ આવેલી ઇન્ડિયન ટ્રાન્સપોર્ટ ની ઓફીસ માં કામ કરતા યુપી ના 37 વર્ષીય યુવક નું રહસ્યમય મોત નીપજ્યું હોવાની જાણ તેના મોટા ભાઈએ હાલોલ પોલીસ ને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચકયાસ કરી યુવકના મૃતદેહ ને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડ્યો હતો.પોલીસે હત્યા ની શંકાએ પેનલ પીએમ કરાવતા યુવક ની હત્યા થઈ હોવાનું સામે આવ્યા બાદ મૃતક યુવક સીતારામ યાદવ ના ભાઈ છીતારામ યાદવ ની ફરિયાદ લઈ ટ્રાન્સપોર્ટ ઓફીસ ના સીસીટીવી તેમજ આજુબાજુ રહેતા લોકો ની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં હત્યા ના આગલા દિવસે મૃતક સીતારામ સાથે કામ કરતા ક્રિષ્ના શ્રીનારાયન યાદવ ને મજૂરી ના 500 રૂપિયા ની લેતી દેતી બાબતે તકરાર થઈ હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે તેની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા તેને સીતારામ યાદવ ની હત્યા કર્યા અંગે કબૂલાત કરી હતી, અને હત્યા માં તેના અન્ય બે સાથી મિત્રો અમિત જવાહરલાલ યાદવ, અને સુનિલ જીતેન્દ્ર યાદવ એ મદદગારી કર્યા નું પણ તેને પોલીસ પોલીસ ને જણાવ્યું હતું. આરોપીઓ એ જણાવ્યું હતું કે તકરાર થયા ની રાત્રે સીતારામ યાદવ ની રૂમ ઉપર જય તે સૂતો હતો ત્યારે જ દોરી થી તેના ગળે ટૂંપો દઈ તેનું કામ તમામ કરી નાખ્યું હતું. પોલીસે તમામ ત્રણ આરોપીઓ ને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.






