હાલોલમાં સૈયદનાં મૌલાના સિદ્દીકે અકબર (ર.અ.)નાં ઉર્ષ નિમિત્તે નાના ભૂલકાઓનું ભવ્ય જુલુસ નીકળ્યું
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૫.૧૨.૨૦૨૪
સમગ્ર વિશ્વમાં ઇસ્લામ ધર્મના પેહલા ખલીફા ખલીફતુલ મુસ્લેમીન નાઈબે રહમતલ લીલ આલમીન સૈયદનાં વ મૌલાના સિદ્દીકે અકબર (ર.અ.)ની યાદમાં ઉર્ષ ની ઉજવણી છેલ્લા કેટલાક દિવસોથી કરવામાં આવી રહી છે.જેને લઇ વડદોરાનાં ખાંનકાહે એહલે સુન્નતનાં માર્ગદર્શન હેઠળ આજે બુધવારના રોજ હાલોલ નગરમાં પણ આ ઊર્ષની ઉજવણી ને લઇ નગરમાં ભવ્ય જુલૂસ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં હાલોલના તમામ મદ્રાસાઓના નાના ભૂલકાઓ લીમડી ફળિયા અમીરે મીલ્લત ચોક ખાતે આવેલ ફૂલશહિદ બાબાની દરગાહ ખાતે એકત્રિત થયા હતા અને નગરમાં ભવ્ય જુલુશ નીકળ્યું હતું.જ્યારે આ જુલૂસ હાલોલ નગરના મુખ્ય માર્ગો પર થઇ હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે થઇ પરત લીમડી ફળીયા અમીરે મિલ્લત ચોક ખાતે આવેલ ફૂલશહીદ બાબાની દરગાહ ખાતે પહોંચ્યું હતું અને મિલાદ શરીફ સલાતો સલામ બાદ દુઆ કરવામાં હતી.ત્યારબાદ નાના ભૂલકાઓને નિયાઝ તકસીમ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ તેમજ મદ્રસાઓના ઉલ્માઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.