MORBI:મોરબીમાં બુધવારી માર્કેટમાંથી ગુમ થયેલ બાળકનું માતાપિતા સાથે મિલન કરાવતી ‘શી ટીમ’
MORBI:મોરબીમાં બુધવારી માર્કેટમાંથી ગુમ થયેલ બાળકનું માતાપિતા સાથે મિલન કરાવતી ‘શી ટીમ’
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આશરે સાંજના પાંચેક વાગ્યે બુધવારી માર્કેટમાંથી આશરે ઉવ.૫ નુ વાલીવારસ વગરનુ બાળક મળી આવતા જેથી તેને સાથે રાખી તુરંત સ્થળ ઉપર બાળકના વાલીવારસ શોધવા પ્રયત્નો કરેલ પરંતુ વાલીવારસ મળી આવેલ નહિ જેથી બાળકને પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ.
ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની શી ટીમે બાળકનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરી હતી. ગુજરાતીમાં બોલતા બાળકને કાલીધેલી ભાષા આધારે સમજવાનો પ્રયત્ન કરી અને બાળકને સાથે રાખી તેના વાલીને શોધવા કવાયત કરી ખુબ જ ટુંકા સમયમાં મોરબી પાવડીયારી પાસે આવેલા કોયો સીરામીકમાં કામ કરતા સેંધાભાઇ શમસિંહભાઇ જોષી રહે. જીવાપર તા.જી.મોરબી વાળાને શોધી ખાત્રી કરી અને મળી આવેલ બાળક ઉવ.૫ વાળાને તેના માતા પિતાને સોંપી આપેલ હતો અને માતા પિતા તેના બાળકને શોધતા હોય, ત્યારે બાળક મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો.