જગાણા શાળાના આચાર્યની બદલી થતાં ભવ્ય વિદાય અપાઈ
26 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના જગાણા પ્રાથમિકશાળામાં આચાર્ય તરીકે છેલ્લા સાત વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા દેવરામભાઇ પટેલ દ્વારા વિધાર્થીઓનું ઉજવળ ભવિષ્ય બનાવવા માટે તમામ મહેનત કરવામાં આવી હતી સાત વર્ષ સુધી શાળામાં લાખોથી ઉપરાંત શાળામાં વિધાર્થીઓના વિકાસ માટે અને શાળા માટે દાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુમકુમ તિલક કરીને સાફો બાંધી અને શાલ, સન્માનપત્ર આપી અનેરો વિદાય સમારંભ યોજાયો હતો નવ નિયુક્ત આચાર્ય આવેલ રતનશીભાઇ પટેલનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ મુળજીભાઈ દેસાઈ, સમારંભના મુખ્ય મહેમાન ડો.વિનુભાઈ પટેલ, કાર્યક્રમના અતિથિ વિશેષશ્રીઓ ભરતદાનજી ગઢવી,ચંપકલાલ લિમ્બાચીયા અને ગજેન્દ્રભાઇ જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ગુરૂમહારાજના પરિસરમાં યોજાયો હતો તેમાં રતીભાઇ લોહ,દિલીપભાઈ કરેણ,નગિનભાઇ રાઠોડ, ગોવિંદભાઇ પરમાર, રમેશભાઈ મકવાણા,પ્રેમજીભાઇ ચૌધરી, કમલેશભાઈ ગૌસ્વામી તેમજ ગામના આગેવાનો, યુવાનો, પૂર્વ વિધાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા