BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ તાલુકાના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના લુવારા ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર લુવારા તથા વગુસણા ગામમાં પ્રવેશ દ્વાર તથા ગામની સીમની આજુ બાજુ વર્ષો જુની જુદી જુદી કાંસો આવેલી હતી અને આ કાંસો ખુબ લંબાઇ તથા પહોળાઈ વાળી હતી અને આ જુદી જુદી કાંસો મારફતે વરસાદી પાણી તથા આજુ બાજુ ખેતરોનું પાણી તથા આજુ બાજુના ગામની સીમનું પાણી આ કાંસો મારફતે ખુબ સરળતાથી વહી જતું હતું.હાલમાં લુવારા તથા વગુસણા ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ને.હા.૪૮ પર એક ઓવર બ્રીજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ ઓથોરીટી દ્વારા લુવારા તથા વગુસણા ગામમાંથી પસાર થતી કાસોના પાણીના નિકાલની કોઈ પણ રીતે વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે ભવિષ્યમાં વરસાદી પાણી તથા ખેતરોનું જમાં પાણીનો નિકાલ થતો બંધ થઈ શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે.

 

Back to top button
error: Content is protected !!