BHARUCHGUJARAT

હિટ એન્ડ રનમાં આરોપી ઝડપાયો:અંકલેશ્વરના પાનોલી નજીક બેંગલુરુના પદયાત્રીઓને અડફેટે લેનાર ડમ્પર ચાલકની ધરપકડ, પોલીસે 50થી વધુ હોટલોના CCTV ચેક કર્યા

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર પાનોલી પાસે બેંગલુરુના પદયાત્રીઓને અડફેટે લઈ બે લોકોના મોત નિપજવાના મામલામાં પોલીસે 50થી વધુ સીસીટીવી અને 150થી વધુ વાહન ચાલકોની પૂછપરછ બાદ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કર્ણાટક બેંગલુરુથી બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મીઓને ભાષીની માગ સાથે પદયાત્રા યોજી બેંગ્લુરુના યુવકો મારૂતિ વાન લઇ બેંગલુરુથી દિલ્હી જનજાગૃતિ અર્થે નિકળ્યા હતા. બેંગ્લોરના પ્રવીણ જોજ ડોમિનિક પરેરા, ક્રિષ્ના લક્ષ્મણા સિધરું, હમજા હુસેન બિહારી, નોફલ અબ્બાસ આદમ, લિંગેગોડા અને મુસ્કુંડી આદમ નેશનલ હાઇવે પર સુરતથી વડોદરા તરફ તારીખ 11 ડિસેમ્બરે જઈ રહ્યા હતા. તેઓ ખરોડ અને બાકરોલ વચ્ચે સાઈડ પર ગાડી ઉભી કરી કેમ્પેન માટે વિડીયો શૂટ કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે પાછળથી તેઓને અડફેટે લીધા હતા અને વાહનચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં લિંગેગોડા અને મુસ્કુંડી આદમ નામના વ્યક્તિના મોત નિપજ્યા હતા.
આ અંગે પાનોલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે હાઇવે પરની હોટલોના 50થી વધુ સીસીટીવી તેમજ 150થી વધુ વાહનોના ડ્રાયવરની પૂછપરછ કરતા અકસ્માત સર્જનાર ડમ્પર નંબર GJ-16-AW-4491નો ચાલક હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે ડમ્પર ચાલક રમેશકુમાર સિંગની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!