GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: ચીખલીના સુરખાઈ ખાતે નું ગેરકાયદેસર બાંધકામ પર શરતભંગના પગલાં લેવામાં અધિકારીઓની પીછે હઠ કોના કહેવાથી?

નવસારી જિલ્લાના સમાહર્તા ક્ષિપ્રા આગ્રે આ બાબતે ધ્યાન આપો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લા ના ચીખલી તાલુકામાં ઠેક ઠેકાણે ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા હોવાની રાવ અનેક વાર ઉઠવા લાગી છે.અધિકારીઓ ભુમાફીઓના ખોળે બેસી ગયા હોય તેમ લોકોમાં ચર્ચાઓ જોર પકડી છે.ત્યારે ચીખલી ના સુરખાઈ ગ્રામ પંચાયત ની હદ વિસ્તારમાં આવેલ બ્લોક નંબર ૨૮૭ જૂનો વાલી જમીન જે હાલ સીટી સર્વે હેઠળ હોય.આ જમીન પર રહેણાંક હેતુ માટે પ્લોટ અને મકાનો બનાવવાની પરવાનગી ધરાવે છે.આ મિલકત પર બિલ્ડરો દ્ધારા મકાનો ની જગ્યા પર દુકાનો બનાવી અને જે.એસ.ડી.-૨ નામનું શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું હોવાની બાબત અનેક વાર અલગ અલગ સમાચાર પત્રકોમાં પ્રકાશિત કરવામાં આવી હતી.ત્યાર બાદ આ રહેણાંક માટે મકાનો બનાવવાની પરવાનગી ની સામે વાણિજ્ય હેતુ માટે દુકાનો બનાવી દેવામાં આવી હોય અને હેતુ થી વિપરીત બાંધકામ કરી દેવામાં આવ્યું હોવાના પુરાવા સાથે અનેક વાર મામલતદાર ચીખલી ને લેખિત ફરિયાદ બાદ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.જેને અનુલક્ષી જિલ્લા સ્વાગત કાર્યક્રમ માં આ ગેરકાયદેસર બાંધકામ ની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.જ્યારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ ની અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમ માં તબદીલ કરવામાં આવી હતી.જ્યારે તાલુકા સ્વાગત કાર્યક્રમ તો યોજવામાં આવ્યો પણ આ અરજી કરનાર અરજીદાર ને સ્વાગત કાર્યક્રમ ની કોઈ પણ જાતની જાણ કરવામાં આવી ન હતી.જેને લઈને ચીખલી મામલતદાર કચેરીના અધિકારીઓ આ ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ છાવરી રહ્યા છે? ચીખલી મામલતદાર ને ગેરકાયદેસર બાંધકામ બાબતે લેખિત ફરિયાદ કરવામાં આવીને છેલ્લા ૪ મહિના નો સમય વીતી જવા પામ્યો હોય તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી.ત્યારે ચીખલી મામલતદાર ઓફિસ ના અધિકારીઓ અને કર્મચારીઓ આ બે નંબરી બિલ્ડરો સાથે મીલીભગતથી સમગ્ર કૌભાંડ આચારી રહ્યા છે? ત્યારે આવનારા દિવસોમાં જોવું એ રહ્યું કે સ્વાગત કાર્યક્રમ માં અરજી કરનાર અરજદાર ને કયા કારણો સર જાણ ના કરવામાં આવે એની તપાસ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કરશે કે કેમ એ જોવું રહ્યું.

બોક્ષ:૧
ગુજરાત રાજ્યનાં મુખ્ય મંત્રી દ્ધારા કરવામાં આવેલી અરજીઓ નો નિકાલ કરવામા કરવામાં આવતો હોય.એવા અરજદારો માટે સ્વાગત કાર્યક્રમ ની શરૂવાત કરવામાં આવી હતી.જ્યારે ચીખલી ના ગેરકાયદેસર બાંધકામ ની અરજી છેલ્લા ૪ મહિના થી નિકાલ કરવામાં આવ્યો નો હતો.જેને લઈને સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માં અરજી કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નો હતો અને અરજી કરનાર ને ટેલિફોનિક કે ટપાલ મારફત પણ કોઈ જાણકારી આપવામાં આવી ન હતી.ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના વિઝનને પણ ઘોળીને પી ગયા!

બોક્ષ:૨
તાલુકા સ્વાગત કાર્યક્રમ માં અરજી ની સુનાવણી માટે કયા કારણ સર જાણ કરવામાં ના આવી એ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે ડે.મામલતદાર ટેલિફોનિક જાણ કરવાનું ભૂલી ગયા.જ્યારે ટેલિફોનિક જાણ તો ના કરી પણ ટપાલ કરવાની પણ ભૂલી ગયા?

બોક્ષ:૩
જ્યારે આ ગેરકાયદેસર બાંધકામ માટે શરતભંગ ની કાર્યવાહી કરવા માટે તાલુકા મામલતદારે સીટી સર્વે ને ખો આપ્યો સીટી સર્વે દ્ધારા તાલુકા વિકાસ અધિકારી ને  ખો અપાયો.તાલુકા વિકાસ અધિકારી કહે છે મારી તો સત્તા જ નથી શરતભંગની કાર્યવાહી કરવાની.તો પછી શરતભંગની કાર્યવાહી કરશે કોણ જનતા પૂછે છે સવાલ?

Back to top button
error: Content is protected !!