નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે વિકસિત ભારત માટે કૃષિ વિસ્તરણ અને નાવીન્યતા અને સફળ રચના ઉપર નેશનલ સેમિનાર યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને ગુજરાત સોસાયટી ઓફ એકટેન્શન એજ્યુકેશન આણંદના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત માટે કૃષિ વિસ્તરણ અને નાવીન્યતા અને સફળ રચના ઉપર નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ૨ દિવસીય સેમિનારાના અધ્યક્ષ સ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય ફુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય ફુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ દ્વારા જે ગ્રીન રીવેલ્યુશન થયું હતું તેમાં મહત્વનો ફાળો કૃષિ વિસ્તરણ વૈજ્ઞાનિકોનો ગણાવ્યો હતો. કૃષિ વૈજ્ઞાનિકોનો સફળ પ્રાયાસ હશે તો જ કૃષિ ટેકનીલોજીનો પ્રચાર પ્રસાર થશે. વધુમાં માનનીય ફુલપતિશ્રી એ જણાવ્યુ હતું કે, એક વિસ્તરણ વૈજ્ઞાનિકે જ્યાં સુધી ખેડૂતો પાસે કૃષિ ટેકનૉલોજિ પહોંચે ત્યાં સુધી અથાક પ્રયત્નો કરવા જોઈએ. આ ર દિવસીય નેશનલ લેવલના સેમિનારમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો. ટી. આર. અહલાવત, ગુજરાત સોસાયટી ઓફ એજ્યુકેશનના પ્રેસિડંટ ડો. એચ. બી. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. હેમંત શર્મા, પ્રિન્સિપાલ એન્ડ ડિન, ડો. આર. એમ. નાયક, ગુજરાત સોસાયટી ઓફ એકટેન્શન એજ્યુકેશનના સેક્રેટરી ડો. જે. બી. પટેલ અને ઓર્ગેનાઇઝીગ સેક્રેટરી ડો. ઓ. પી. શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારની અંદર બેસ્ટ યંગ સાઇન્ટિસ્ટ, બેસ્ટ એકટેન્શન સાઇન્ટિસ્ટ, બેસ્ટ વિદ્યાર્થી, બેસ્ટ વુમન વિદ્યાર્થીની અને બેસ્ટ ખેડૂતને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સોસાયટીની અંદર ૨૦૦ થી વધારે ગુજરાત અને નેશનલ લેવલના કૃષિ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ર દિવસીય કાર્યક્રમમાં કૃષિને લગતા સંશોધનો વ્યાપ બધે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને વિવિધ કૌશલ્ય, ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન અને ઓડિયો-વિડીઓના માધ્યમથી ખેડૂતો સુધી કેવી રીતના ટેકનૉલોજિ પહોચે તે માટે ચર્ચા વિમર્શ કરવામાં આવી હતી.




