DAHODGUJARAT

સંજેલી ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગના વિદ્યાર્થીઓએ ડૉ. મનમોહનસિંહનું નિધન થતા શ્રદ્ધાંજલિ અર્પણ કરી

તા.૨૭.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના વિદ્યાર્થીઓએ ડૉ. મનમોહનસિંહનું નિધન થતા શ્રદ્ધાંજલિ અર્પણ કરી

સંજેલી તાલુકામાં આવેલ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારતને આર્થિક પતન માંથી બહાર લાવનાર અને આર્થિક સુધારાના ઘડવૈયા ડૉ. મનમોહનસિંહનું દિલ્લીમાં ૯૨ વર્ષની ઉંમરે નિધન થતા સમગ્ર દેશમાં શોક વ્યાપી ગયો છે. ત્યારે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર મકવાણા તેમજ વિદ્યાર્થીઓ બે મિનિટનું મૌન પાળીને પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Back to top button
error: Content is protected !!