Jetpur: ગુજરાત ABVP દ્વારા નવનિર્માણ આંદોલનના 50મી વર્ષગાંઠ નિમિતે યાત્રાનું આયોજન, યાત્રા જેતપુરમાં બોસમિયા કોલેજ ખાતે ભવ્ય સ્વાગત કરાયું

તા.૨૭/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jetpur: નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થતાં ગુજરાત ABVP.દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલી અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવ નિર્ણમ આંદોલન વિશે માહિતી મેળવી શકે અને વિદ્યાર્થીના આંદોલનની તાકાત અંગે માહિતગાર કરવા ABVP દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રા આજે જેતપુર આવી પહોંચતા જેતપુર બોસમિયા કોલેજમાં યાત્રાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
આ રથયાત્રા જેતપુરની બોસમિયા કોલેજ ખાતે આવ્યા બાદ જેતપુર એબીવીપી દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેતપુરના અમરનગર રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે આ બાઈક રેલી યોજી હતી જ્યાં વિદ્યાર્થીઓને નવનિર્માણ આંદોલન મામલે આવગત કરવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીની ભૂમિકાઓ ને શું છે તેનો માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. નવનિર્માણ આંદોલનમાં જગદીશ ચંદ્ર જોશી જે નવનિર્માણ આંદોલનમાં શહીદી વહોરી હતી, જેમના નાના ભાઈ આ કાર્યમાં ઉપસ્થિત હતા તેમને વિદ્યાર્થી પરિષદ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા શિવરાજસિંહ જાડેજા – ગુજરાત પ્રદેશ સહમંત્રી,મંદિપસિંહ ઝાલા – રાજકોટ વિભાગ સંયોજક અનુજભાઈ મકવાણા – રાજકોટ જિલ્લા વિસ્તાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નવનિર્માણ આંદોલન વિશે વિશે વિસ્તૃત વ્યક્તવ્ય આપ્યું હતું.
 
				







