જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ ના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી લુણાવાડા ખાતે આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
મહીસાગર :- અમીન કોઠારી
મહીસાગર જિલ્લા નાં
જિલ્લા પ્રભારી મંત્રીબચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને મહીસાગર જિલ્લા કલેકટર કચેરી સભાખંડ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી અને પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના માનમા ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને અધિકારીઓએ બે મિનિટ નું મૌન પાળી દિવંગત આત્માને શ્રધ્ધાંજલી અર્પી. હતી.
ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત સદર બેઠકમાં પ્રાયોજના વહીવટદારમયુવરાજ સિદ્ધાર્થ દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. બેઠકમાં ૨૦૨૪-૨૫ના વર્ષ માટે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અન્વયે તાલુકાવાર આયોજનના કામની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ અઘ્યક્ષસ્થાને થી રજુ થનારી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ મહીસાગર જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫નાં આયોજન અંગે થયેલી ચર્ચામાં જિલ્લાના તાલુકાઓમાં આદિજાતી વસ્તીના પ્રમાણમાં ગુજરાત પેટર્ન ૯૬ ટકામાં રૂા. ૨૦૦૩.૫૭ જોગવાઈ સામે રૂપિયા ૨૫૦૪.૪૭ લાખના કામોનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાત પેટર્ન ૪ ટકામાં રૂા. ૫૫.૧૦ની જોગવાઈ સામે ૬૮.૮૮ લાખના કામોનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં જિલ્લા ના પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે. આ સાથે વિવિધ કામોની ગ્રાન્ટ લેપ્સ ના થાય તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું. સાથે જુના કામો પૂર્ણ ન થવાના કારણો જાણી આવા કામો સત્વરે પૂર્ણ કરવા અંગે તાકીદ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, દાહોદ સાંસદજસવંતસિંહ ભાભોર, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર,જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન, તાલુકા પંચાયત પ્રમુખ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.