GUJARAT

શિનોરના સુરાશામળ ગામે ગાંડા બાવળ ના ઓથા હેઠળ અન્ય વૃક્ષો નુ નિકંદન કરાતું હોવાનો આક્ષેપ..

ફૈઝ ખત્રી.. શિનોર શિનોર તાલુકામા લક્કડ ચોર વીરપ્પા બેફામ બન્યા છે.તેવામા સુરાશામળ ગામે હરાજી કરી આપેલ ગાંડા બાવળ ના ઓથા હેઠળ, અન્ય વૃક્ષો નુ નિકંદન કરી,લાકડા ના વેપલો થી ખિસ્સા ગરમ કરાઇ રહ્યા હોવાનો આક્ષેપ ,ગામના એક જાગૃત આગેવાને,લેખિત અરજી આપી કરતા ચકચાર મચી છે. એક તરફ પર્યાવરણ ની ચિંતા કરતી સરકાર ધ્વારા વધુ ને વધુ વૃક્ષો વાવવા,વૃક્ષારોપણ ના નામે,અઢળક નાણાંના ખર્ચે, અનેક કાર્યક્રમો હાથ ધરાય છે..પરંતુ ક્યાંક સ્થાનિક ગ્રામપંચાયત અને તાલુકા વહીવટી તંત્ર ની મીઠી નજર હેઠળ, બેફામ બનેલા વીરપ્પનો ધ્વારા મસમોટા વૃક્ષોને ઢાળી દઇ, દિન દહાડે લાકડાની હેરાફેરી થી વેપલો કરી, ખિસ્સા ગરમ થતા હોય છે.. આવો જ એક કિસ્સો શિનોર તાલુકાના સુરાશામળ ગામે સામે આવ્યો છે. અહી પંચાયત ધ્વારા ગોચર ની જમીનમા આવેલા ગાંડા બાવળ દૂર કરવા હરાજી થી અંદાજે 15 લાખ રૂપિયા ઉપરાંત ની રકમ થી કામ સોંપાયુ હતુ..જે બાદ ભેજાબાજ ધ્વારા, ગાંડા બાવળ ના ઓથા હેઠળ અન્ય મહાકાય વૃક્ષોનુ પણ નિકંદન કરાઇ રહ્યુ હોવાનુ સામે આવતા,ગામના આગેવાન શરમહંમદ સિંધ્ધિએ ગ્રામ પંચાયત મા લેખિત અરજી આપી,તલાટી અને વન વિભાગ ને મોબાઇલ ફોન થી જાણ કરતા, તલાટી એ સ્થળ પંચક્યાસ કરી ,રિપોર્ટ શિનોર મામલતદાર ને સુપ્રત કરવા સહિત ની કામગીરી હાથ ધરી હતી.. આ અંગે અરજદાર શરમહંમદ સિંધ્ધિએ ગ્રામપંચાયત ની નિગરાણી હેઠળ વૃક્ષો નુ નિકંદન થઈ રહ્યુ હવાનો આક્ષેપ કરી, નિયમ મુજબ ની કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કો સુરાશામળ ગામે ગાંડા બાવળ ના ઓથા હોઠો અન્ય મહાકાય વૃક્ષો નુ નિકંદન કરી ખિસ્સા ગરમ કરવા અંગે પ્રકાશ મા આવેલા કિસ્સા બાદ તંત્ર શુ કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યુ...

Back to top button
error: Content is protected !!