વિજાપુર પિલવાઇ કોલેજ ખાતે પંચા અમૃત અને વિવિધ મકાનો નુ મુહૂર્ત કરાયું ધારાસભ્ય સી.જે ચાવડા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
હાસ્ય કલાકાર સાંઈરામ દવે એ હાસ્ય રસ પીરસ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પિલવાઇ કોલેજ ખાતે પંચા અમૃત નો કાર્યક્રમ અને જેડી તલાટી વિદ્યા સંકુલ નુ નામકરણ તેમજ વિવિધ મકાનો નુ ઉદઘાટન કરવા મા આવ્યું હતુ. જેમાં મુખ્ય સાંઇરામ દવે દ્વારા હાસ્ય દરબાર યોજાયો હતો. ઉત્તર પૂર્વ ગુજરાત કેળવણી મંડળ પિલવાઇ છેલ્લા 65 વર્ષ થી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પોતાની જ્યોત જ્યારે પ્રજ્વલિત કરી રહ્યુ છે ત્યારે કોલેજ માં પોતાનું જીવન સમર્પિત કરનાર પૂર્વ આચાર્ય જેડી તલાટી ના નામથી વિદ્યા સંકુલ નુ નામ કરણ વિધિ કરવામા આવી હતી. અને સાથોસાથ એક શાનદાર પંચા અમૃત નો કાર્યક્રમ પણ યોજવા મા આવ્યો હતો. જેમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવા મા આવી હતી. આચાર્ય દ્વારા સંસ્થા નો પરિચય કર્યો હતો જ્યારે કલાકાર સાંઇરામ દવે એ ઉપસ્થિત મહેમાનો ને હાસ્ય રસ થી તરબોળ કરી દીધા હતા. આ કાર્યક્રમ મા ધારા સભ્ય સી. જે ચાવડા તેમજ ભાજપ ના ગુજરાત રાજ્ય ના પ્રવકતા જયરાજ સિંહ પરમાર ઉત્તર ગુજરાત હેમચંદ્ર આચાર્ય યુનિવર્સિટી ના કુલપતિ ડો કિશોર પોરિયા તેમજ નલિની બેન જે તલાટી તેમજ સુરેશ વી શાહ તેમજ પીપી વ્યાસ તેમજ શામજી ભાઈ ગોર તેમજ જયેશ ભાઈ કોઠારી આચાર્ય સંજય શાહ સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.