કહી શકાય કે શિક્ષક ધારે તો આખા ગામની કાયાપલટ કરી શકે છે. તો ચાલો એક એવા શિક્ષકની વાત કરીએ….
શિક્ષક રમેશભાઈ ઠાકોરની કામગીરીને ગ્રામજનો દ્વારા બિરદાવામાં આવ્યા.ઝાલાવાડ પંથકના સાયલા તાલુકાના ધારાડુંગરી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક રમેશભાઈ નો વિદાય સમારંભ યોજાયો.વિસનગરના વતની રમેશભાઈનો પ્રાથમિક શાળામાં વાંજતે ગાજતે ઢોલ નગારા સાથે વિદાય સમારંભ યોજવામાં આવ્યો.શિક્ષક રમેશભાઈ બેચરજી ઠાકોર જેવો ધારાડુંગરી પ્રાથમિક શાળા ખાતે આશરે 25 વર્ષ સુધી ફરજ નિભાવી.ધારાડુંગરી પ્રાથમિક શાળામાં વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા..શિક્ષક ની વિદાય થતા સૌ ગ્રામજનો, તથા બાળકો શિક્ષકને ભેટીને આંસુએ થી રડી પડતાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા.વિસનગર નાં વતની શિક્ષક રમેશભાઈ બેચરજી ઠાકોર ની બદલી વડનગર થતાં વિદાય સમારંભ યોજાયો.આ વિદાય સમારંભ માં પૂર્વ તાલુકા પ્રમુખ રામસિંગભાઈ બોહકીયા, શાળાના શિક્ષકો, બાળકો તથા સૌ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ, જેસીંગભાઇ સારોલા
સાયલા,, સુરેન્દ્રનગર