DAHODGUJARAT

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં આવેલા કેળકુવા ગામે જંગલમાંથી દિપડો મુતહાલતમા મળીયો

તા.૨૮.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Singavad:દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં આવેલા કેળકુવા ગામે જંગલમાંથી દિપડો મુતહાલતમા મળીયો

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં કેળકુવા ગામે અનામત જંગલ વિસ્તારમા સર્વ નં ૭ માં દિપડો ઘાયલ હાલતમાં હોવાનો સંદેશો ફોરેસ્ટર જે.પી ડામોર ને મળતા વનવિભાગ ના RFO એમ.એન પ્રજાપતિ ACF કે એમ ખેર તથા પશુચિકિત્સા અધિકારી કે. કે પ્રજાપતિ ની ટીમ સાથે જંગલમાં પહોંચી તપાસ કરતા દિપડો આશરે ઉંમર બે વર્ષ મંદા જે મુત્યુ પામેલ જણાયેલ હતું જેના શરીર પર ઈજાના નિશાન હતા આજુબાજુ વિસ્તારમાં લોહીના ડાઘ અને પગનાં પંજા ના નિશાન જોવા મળેલ હતા આ દિપડા નું મુત્યુ અન્ય દિપડા સાથે આંતરિક લડાઈમાં થયેલ હતું જેનું પી એમ પેનલ ડોક્ટર તથા સરકારી પંચો ની હાજરી માં માતાના પલ્લા નર્સરી ખાતે કરવામાં આવેલ હતું બાદ દિપડાને અગ્નિદાહ આપવામાં આવેલ હતો વન્યપ્રાણી ઓનાં માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને પોતાના સીમિત વિસ્તારમાં બીજું વન્ય પ્રાણી આવી જાય ત્યારે આવી આંતરિક લડાઈ થતી હોય છે તેવું તારણ વનવિભાગ ના અધિકારીઓ દ્વારા કાઢવામાં આવ્યું હતું અને અધિકારીઓ ની સહનિય કામગીરી કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!