અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
વાત્સલ્યમ ઇમ્પેક્ટ : માલપુર સરખેજ લોકલ બસ નવી બસ સેવા ચાલુ કરાઈ, માલપુર થી ગાંધીનગર નું લોકલ ભાડુ 71 રૂપિયા
બે દિવસ પહેલા સરખેજ થી ઢેકવા ગામે ચાલુ થયેલ બસ સેવા એકા એક બંધ થતા અનેક સવાલો ઉભા થયા હતા અને મુસાફળો ને મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો જેને લઇ વાત્સલ્યમ સમાચાર અંતર્ગત બસ સેવા નિયમિત કાર્યરત થાય તે માટે અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો અને અંતે માંગણી ને લઇ હાલ આ બસ સેવા માલપુર સુધી હાલ પૂરતી ફરી શરુ કરાઈ છે જેને લઇ મુસાફળોને રાહતના સમાચાર પ્રાપ્ત થયાં હતા જેમાં આ બસ સેવા માલપુર થી 5.45 અને મોડાસા થી 6.30.સવારે ઉપડશે સાંજે સરખેજ થી 4: 30 વાગે અને ગાંધીનગર થી 5.30 વાગે ઉપડશે માલપુર સાંજે 9.00 વાગે આવશે માલપુર મોડાસા હરસોલ દહેગામ ચિલોડા ગાંધીનગર અડાલજ ગોતા સોલા ઇસ્કોન સરખેજ માલપુર તાલુકા માટે ગાંધીનગર માટેની કોઈ બસ સેવા ન હતી તે સારુ હાલ પૂરતી માલપુર થી સરખેજ સુધીની બસ સેવા શરુ કરાઈ હતી