GUJARATKHERGAMNAVSARI

લાયન્સ ક્લબ ચીખલી દ્વારા આયોજિત મેરેથોન દોડમાં ખેરગામના પ્રવીણભાઈ ત્રીજા ક્રમે આવતા ધારાસભ્ય નરેશભાઈના હસ્તે ટ્રોફી આપવામાં આવી 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

લાયન્સ ક્લબ ચીખલી અને તેમની ભગીની સંસ્થાનો દ્વારા ચીખલીમાં પ્રદર્શિત કરવામાં આવેલ લાયન્સ મેરેથોન સીઝન 02 એ એક એવું કાર્યક્રમ બની ગયો છે, જે શૈક્ષણિક જાગૃતિ અને સ્વાસ્થ્યના મહત્વને પ્રોત્સાહિત કરે છે. આ કાર્યક્રમનો શુભારંભ માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ દ્વારા લીલી ઝંડી બતાવીને કરવામાં આવ્યો. આ મેરેથોનમાં 10,000મીટર દોડમાં ખેરગામમાં થી બે ખેલાડીઓએ 45થી ઉપરની ઉંમરના વયજૂથમા ભાગ લીધો હતો જેમાં બાબુભાઈ સામજીભાઈ પટેલ તથા પ્રવિણભાઈ ગુલાબભાઈ પટેલે ભાગ  લીધો જેમા પ્રવિણભાઈ પટેલ -3 નંબર મેળવી ધારાસભ્ય નરેશભાઈ ના હસ્તે ઈનામ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!