MORBI:મોરબી શ્રધ્ધા પાર્ક સોસાયટી ખાતે પડતર મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ઝડપાઈ
MORBI:મોરબી શ્રધ્ધા પાર્ક સોસાયટી ખાતે પડતર મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ઝડપાઈ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રધ્ધા પાર્ક સોસાયટીમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી હતી. જેમાં આરોપીએ પોતાના રહેણાંકની બાજુમાં આવેલ પડતર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ હોય ત્યારે એલસીબી ટીમે પડતર મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૭૩૪ બોટલ ઝડપી લેવામાં આવી.
મોરબી એલસીબી પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકા પોલીસ મથકમાં પોલીસ કસ્ટડીમાં રહેલ આરોપી અંકિત અરુણભાઈ રાઠોડના નવલખી રોડ શ્રધ્ધા પાર્ક સોસાયટી સ્થિત રહેણાંકની બાજુમાં આવેલ બંધ પડતર મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાં સ્થળ ઉપરથી એલસીબી પોલીસે વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની નાની-મોટી ૭૩૪ નંગ બોટલ કિ.રૂ.૧,૫૫,૬૦૮/- નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી અંકિત અરુણભાઈ રાઠોડની બે દિવસ પૂર્વે એલસીબી પોલીસે ધરમપુર ગામના નાલા પાસેથી અલ્ટો કારમાં વિદેશી દારૂ સાથે બે આરોપીઓની અટકાયત કરી તાલુકા પોલીસ મથકમાં સોંપી આપેલ હોય જેથી હાલ એલસીબી પોલીસે આરોપી અંકિત અરુણભાઈ રાઠોડ ઉવ.૩૪ રહે.નવલખી રોડ શ્રધ્ધા પાર્ક શેરી નં.૪ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.