ફોફળિયાના શ્રી છોટુભાઈ એ પટેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
ફૈઝ ખત્રી... શિનોર શિનોર તાલુકાના મોટા ફોફળિયાના શ્રી છોટુભાઈ એ પટેલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તાલુકા હેલ્થ ઓફિસ શિનોરના સહયોગથી રક્તદાન શિબિર(બ્લડ ડોનેશન કેમ્પ)નું આયોજન કરવામાં આવ્યું. જેમાં સયાજી હોસ્પિટલની બ્લડ બેન્ક નો સહયોગ પ્રાપ્ત થયેલ છે . અને આ રક્તદાન શિબિરમાં કુલ 31 જેટલા રક્તદાતાઓ રક્તદાન માટે આવ્યા હતા તેમાંથી 27 જેટલા રક્તદાતાઓ એ રક્તદાન કર્યું કેમ્પમાં એકત્ર થયેલ બ્લડ જરૂરિયાતમંદ એવા સગર્ભા માતાઓ પ્રસુતા માતાઓ અને એનીમિક દર્દીઓને પૂરું પાડવામાં આવનાર છે. કેમ્પમાં પ્રોત્સાહન પૂરું પાડવા માટે શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જીતેન્દ્રભાઈ પટેલ,સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના અશોકભાઈ પટેલ નાઓ દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.







